Abtak Media Google News

જૂનાગઢ: વડોદરાના મહિલા સહિત ચાર શખ્સોએ યુવતીને રૂ. 8.69 લાખનો ચુનો ચોપડયો

શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહી પ્રવૃત્તિ સાથે કરી છેતરપિંડી: ચારેય સામે નોંધાતો ગુનો

જૂનાગઢના વિસાવદરનો જાંબુડાના વતની અને હાલ અમરેલી રહેતી યુવતી સાથે વડોદરાના  ચાર શખ્સોએ શેર બજારમાં ગ્રે માર્કેટમાં રોકાણ કરવાનું કહી  તેને વિશ્ર્વાસમાં લઈ રૂ. 8.69 લાખની છેતરપીંડી થયાની ફરિયાદ  પોલીસમાં નોંધાતા પોલીસે  વડોદરાના  મહિલા સહિતના   ચાર શખ્સો સામે ગુનો નોંધી તેની  શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ ચારેય  શખ્સોએ અનેક લોકો સાથે છેતરપીંડી કર્યા હોવાની શંકા  જતા પોલીસે તે દીશામાં  પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મુળ વિસાવદરના  જાંબુડાના વતની અને હાલ અમરેલી ખાતે શીવ રેસીડન્સીમાં રહેતા  તૂપ્તિબેન   વા/ઓ ચીરાગભાઇ પોપટભાઇ રાઠોડને વિશ્વાસમા લઈ વડોદરાના તલસાની ખાતે સાકાર ફલેટ, ઇ-202 રામેશ્વરપાર્કમાં રહેતા અર્પીતભાઇ હિતેશભાઇ બ્રહમભટ્ટ, હિતેશભાઇ સોમાભાઇ બ્રહમભટ્ટ, ઇલાબેન હિતેશભાઇ બ્રહમભટ્ટ તથા  હાર્દિકભાઇ હિતેશભાઇ બ્રહમભટ્ટ એ સન 2017 થી મે 2022 દરમ્યાન ગ્રે માર્કેટ અન લીસ્ટેડ શેરમા રૂ. 8,69,773 નુ રોકાણ કરાવી અને સાહેદ જાગ્રુતીબેન રતીભાઈ મોવલીયા તથા સાહેદ ભારતીબેન રાજેશભાઈ સોલંકી ને પણ વિશ્વાસમા લઈ તેઓના રૂપીયા ઓળવી જઈ,  વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની તૂપ્તિબેન ડો/ઓ નરસીંહભાઇ ટાંક એ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા, વિસાવદર પી.એસ.આઈ. આર.બી. ગઢવી એ ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઉલ્લેખનપીય છે કે, આરોપીઓ એ અનેક  લોકોને  વિશ્ર્વાસમાં લઈ  છેતરપીંડી  કરી હોવાની  પોલીસે શંકા દાખવતાં  તે દિશામાં  પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.