Abtak Media Google News

અબતક, ઋષી મહેતા, મોરબી

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસેનાં ડેમી-1 ડેમમાં અને મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 02 ડેમમાં નવા નીરની આવક થઇ છે.

મોરબી જિલ્લામાં થયેલ વરસાદના પગલે મચ્છુ 02 ડેમ 80 ટકા જેટલો ભરાઈ જતા જળ સંકટ ટળી ગયું છે. ત્યારે ડેમમાં હજુ પણ પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ ડેમના હેઠળ આવતા મોરબી તાલુકાના 17 અને માળીયા મી તાલુકાના 15 મળી કુલ 32 ગામોને એલર્ટ કરાયા છે. અને મોરબી તાલુકાના મોરબી, રવાપર, વજેપર ,વનાલિયા,અમરેલી, ભડીયાદ,ધરમપુર,ટીંબડી,ગોર ખીજડીયા,ગુંગન,જોધપુર,જુનાં સાદુલકા,નવા સાદુલકા,લીલાપર, પાનસર, નારણકા અને રવાપર(નદી) તેમજ માળીયા મી.તાલુકાના દેરાલા, ફાટસર,હરીપર,મેઘપર,નવાગામ,માંળીયા મી.,રાયસંગપર,ફતેપર, મહેન્દ્રગઢ, બહાદુર ગઢ, નવા નાગડાવાસ,જુનાં નાગડાવાસ,સોખડા,અમરનગર, વીર વિદરકા સહિતના ગામોનાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

બીજી બાજુ ડેમી-1 ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 % ભરાઈ ગયો છે. તેમજ હજુ પણ પાણીની આવક ચાલુ રહેવાથી પાણીની આવક વધતા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. જેને પગલે હેઠવાસમાં આવતા મીતાણા, ટંકારા, રાજાવડ, હરીપર, હરબટીયાળી અને ભુતકોટડા એમ 6 ગામોને એલર્ટ કરાયા છે અને ગામના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચનાં અપાઈ છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હાલ 5422 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેને પગલે જળાશયની ભરપુર સપાટી 60.35 મી.છે, જેમાંથી હાલ 59.38 મી. સપાટીમાં પાણી ભરાઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.