Abtak Media Google News
જોરાવરનગરમાં દાડમની ચોરી કર્યાની કબુલાત

હળવદ પોલીસે જોરાવરનગરના દાડમ ચોરને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  હળવદ સરા ચોકડી પાસેથી જીજે 13 સીએ 2535 નંબરની ઇકો કારના ચાલક શકમંદ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના અંકેવાળીયા ખાતે રહેતો મુકેશભાઇ ગોરધનભાઇ હળવદીયા નામના  યુવક શંકાસ્પદ હાલતમાં મળી આવતા જેની પુછપરછ દરમ્યાન તેની પાસેથી રોકડા રૂ.14,760/- મળી આવેલ જે રૂપિયા પોતાએ ખોડુગામની સીમમાં વ્રજલાલ મગનભાઇ પટેલની વાડીમાંથી દાડમ ચોરીને વેચાણ કરેલના રૂપિયા હોવાનું જણાવતા જેને રૂપિયા તથા ઇકો કાર મળી મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ અને મજકુર ઇસમ વિરૂધ્ધ આ બાબતનો જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં  ગુન્હો દાખલ થયેલ હોય જેથી તેની અટકાયત કરવામાં આવેલ છે.

આમ હળવદ પોલીસે જોરાવરનગર પોલીસ સ્ટેશનનો ગુન્હો શોધી કાઢેલ છે. આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પોલીસ સ્ટેશન સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.