Abtak Media Google News

ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખતરો વધ્યો

કોરોનાની વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા ભારત સહિત વિશ્ર્વભરનાં મોટાભાગનં તમામ દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. પણ વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. ભારતમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકમાં કોરોનાએ ફરી રફતાર પકડતા મોટુ જોખમ ઉભુ થયું છે. એમાં પણ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમા નોંધાઈ રહ્યા છે. શુક્રવારે રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 15 હજાર કરતા વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમા કોરોનાનો રાફડો ફાટતા ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને દિલ્હીમાં પણ ખતરો વધુ વધ્યો છે. એક તરફ કોરોના રોજરોજ નવું સ્વરૂપ બદલી રહ્યો છે. તો બીજી બાજુ કેસ પણ એટલી જ ઝડપથી ફરી વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વધતા જતા કેસ પાછળ નવો સ્ટ્રેન જવાબદાર છે કે કેમ?? એ પણ સ્પષ્ટ થઈ શકયું નથી. કોરોના વાયરસનું પૃથ્થકરણ ખૂબ અધરૂ બનતું જઈ રહ્યું છે. શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં 15,800 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ મુંબઈમાં 1646 નોંધાયા છે. દિલ્હીમાં પણ કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં પાછલા અઠવાડિટાઓથી કોરોના સતત ઉપદ્રવ મચાવી રહ્યો છે. સત પાંચમાં દિવસે 700 થી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં સુરત, અમદાવાદની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. સૌથી વધુ 196 કેસ સુરતમાં નોંધાયા છે. તો અમદાવાદમાં 145, વડોદરામાં 117 અને રાજકોટમાં 69 કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.