Abtak Media Google News

બાળોતિયાના બળેલા પાકિસ્તાનમાં મોટાભાગે લોકતંત્ર પર નાપાક બની ગયેલા આઈએસઆઈ અને લશ્કરના અધિકારીઓ જ લોકતંત્ર પર હાવી થઈ જાય છે. ફરીથી પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે નાપાક તત્ત્વો હાવી થઈ ગયા હોય તેમ ઈમરાન ખાનને મુખોટો બનાવીને પરોક્ષ રીતે આઈએસઆઈ અને સૈન્યનો દોરી સંચાર હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની પરિસ્થિતિનું વરવું રૂપ જગત સમક્ષ મુકી દેતા નિવેદનમાં પોતાની પુત્રી મરીયમ નવાઝ શરીફ પર જોખમ હોવાનું જણાવીને જો પુત્રીને કંઈ પણ થશે તો તેના માટે વડાપ્રધાન ઈમરાન ખાન અને સૈન્યના ત્રણ વરિષ્ઠ જનરલ જવાબદાર ઠરશે. લંડનથી વિડીયો મેસેજમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે, મરીયમ ઉપર જોખમ છે. સૈન્ય સામે લોકલડત માટે તેમને રોકવા લશ્કર કોઈપણ હદે જઈ શકે છે. પાકિસ્તાનમાં કાયદો અને વ્યવસ્થાનું કંઈ શાસન જ નથી. કરાંચીની હોટલમાં જયાં મરીયમ શરીફ રહેતા હતા ત્યાંનો દરવાજો તોડીને તેને ધાક-ધમકીથી તેને લશ્કર સામેની કાર્યવાહીમાં અટકાવવાના પ્રયાસો થાય છે. ગુરૂવારે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મુકેલા વિડિયોમાં શરીફ એવું કહેતા જણાય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારે પરદેશ જવાની ત્યારે રજા આપી જ્યારે લાહોર હાઈકોર્ટેે તેમની ચાર અઠવાડિયાના જામીન મંજૂર કર્યા હતા. તે 7 વર્ષ સુધી લાહોરના કોટ લખપત જેલમાં અલ અઝીઝા મીલ ભ્રષ્ટાચાર કેસમાં શરીફે લશ્કરી અધિકારીને સંબોધી જણાવ્યું હતું કે, તમે ન્યાય અને કાયદાની કબર ખોદી રહ્યાં છો, તમે તમારા કૃત્યનો જવાબ આપવો પડશે. મરીયમ શરીફ પોતાના પક્ષનું સુકાન સંભાળે છે. 47 વર્ષના મરીયમને સરકારે સેનેટ સભ્યની ચૂંટણીમાં ફરજિયાત પોતાના તરફ મતદાન કરવા દબાણ કર્યું હતું. મરીયમ શરીફ ઈમરાન ખાન સરકારને લશ્કરની પાલતુ સરકારના મોહરા હોવાનું જણાવે છે. મરીયમને ટાર્ગેટ બનાવી પાકિસ્તાનમાં લશ્કરી શાસન સ્થાપવાની ચાલ રમાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. પાકિસ્તાનમાં અત્યારે ફરીથી લોકતંત્ર જોખમમાં મુકાઈ ગયું હોય અને ઈમરાન ખાન પડદા પાછળના લશ્કર અને આઈએસ આઈનો મોહરો બનીને શાસન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.