Abtak Media Google News

પ્રથમ તબક્કે ૪૭૩ સીસીટીવી કેમેરા ફિટ કરવાની કામગીરી ગણેશ ઉત્સવ પહેલા પૂર્ણ કરાશે:પાની

શેઈફ એન્ડ સીકયોર ગુજરાત પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં કરોડો ‚પિયાના ખર્ચે ૯૭૦ જેટલા સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કે ૪૭૩ સીસીટીવી કેમેરા ફીટ કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આજ સુધીમાં શહેરના ૬૦થી વધુ સ્થળોએ ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા હોવાનું મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, પ્રથમ તબકકે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ૪૭૩ સીસીટીવી કેમેરા, ૨૦ સ્થળોએ ડિજીટલ સાઈન બોર્ડ અને ૧૫ સ્થળોએ વાઈફાઈની સુવિધા ઉપરાંત એરકવોલીટી મોનીટરીંગ સીસ્ટમ ફીટ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ સુધીમાં ૬૦થી વધુ સ્થળોએ ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા, ૫ સ્થળોએ એર કવોલીટી મોનીટરીંગ સીસ્ટમ અને ૧૩ સ્થળોએ વાઈફાઈ લગાવી દેવામાં આવી છે.ગણેશ ઉત્સવ સુધીમાં તમામ ૪૭૩ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.