Abtak Media Google News

પૂરના લીધે આશરે 6000 જેટલાં લોકો લાપતા થયાં!!

દેશ-દુનિયામાં અનેક જગ્યાએ કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મોરક્કોમાં વિનાશક ભૂકંપે માનવજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આ વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 2800 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત  આફ્રિકન દેશ લિબિયામાં એક કુદરતી આફતે પોક મૂકી છે. લિબિયામાં આવેલ વિનાશક તોફાન અને પૂરના કારણે ભારે તબાહી મચી છે. દેશના પૂર્વી દરિયાકાંઠાના શહેરોમાં પૂરને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. પૂર્વી લિબિયન સૈન્યના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ડેરના શહેરમાં પૂરને કારણે લગભગ 2,000 થી વધુ લોકોના મોત થયા છે અને 5,000 થી 6,000 લોકો લાપતા થયા છે.

Advertisement

પૂર્વી લિબિયાના વડાપ્રધાન ઓસામા હમાદે આ ઘટના અંગે જણાવ્યું કે, ડેરના શહેરમાં ભારે પૂરને કારણે વિનાશક સ્થિતિનું સર્જન થયું છે. અહીં અત્યાર સુધીમાં 2,000 લોકોના મોતની આશંકા છે, અને 5 થી 6 લોકો લાપતા થયાની સંભાવના છે. ભૂમધ્ય વાવાઝોડું ડેનિયલના કારણે તટવર્તી શહેર ડેરનાને ડિઝાસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

પૂર્વી લિબિયનના વડાપ્રધાને ગઈકાલે સર્જાયેલ દુર્ઘટના અનુસંધાને ત્રણ દિવસના શોકની જાહેરાત કરી હતી અને દેશભરમાં રાષ્ટ્રધ્વજોને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે શનિવારે જ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. વાવાઝોડા પહેલા સાવચેતીના ભાગરૂપે શાળાઓ પહેલેથી જ બંધ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.