Abtak Media Google News

31 જૂલાઈ સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ

રાજ્ય સરકારના નેજા હેઠળ બાગાયત ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. અને આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ અન્વયે મળતી વિવિધ સહાયો મેળવવા અંગે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર તા. 31 જુલાઈ સુધી અરજી કરી શકશે.

આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ પ્રકારની ખેતીલક્ષી પ્રવૃત્તિઓ જેવી કે, અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ, અનાનસ ( ટિસ્યુ), કેળ ( ટિસ્યુ), જૂના બગીચાનું નવીનીકરણ/ નવસર્જન  કેનોપી મેનેજમેન્ટ સાથે, ટિસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય,અન્ય વિવિધ ફળોની ખેતી, અન્ય સુગંધિત પાકોના વાવેતર, ઔષધીય છોડ, પ્લાસ્ટિક આવરણ ( મલચિંગ), દાંડી ફૂલ, ટ્રેકટર માઉન્ટેડ / ઓપરેટેડ સ્પ્રેયર,. પાવર નેપસેક સ્પેયર, મેન્યુઅલ ફૂડ ઓપરેટર, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટિંગ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરીયલમાં સહાય, પોલી હાઉસમાં ઉછેરવામાં આવતા ઓર્કિડ પ્લાન્ટ અંગે જુદી જુદી સહાય, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ અને હવાઈ માર્ગે બાગાયતી પેદાશોના નિકાસ માટેના નુરમાં સહાય આવી વિવિધ સહાયોનો લાભ ખેડૂતોને મળવા પાત્ર રહેશે તેમ નાયબ બાગાયત નિયામક રાજકોટની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.