એક સંતાનની માતાએ વધુ એક ગેંગ રેપની ફરિયાદ નોંધાવી!

  • અમદાવાદ, ભાવનગર, કુવાડવા બાદ ભક્તિનગર પોલીસમાં દુષ્કર્મની પીડિતાની રાવ શંકાસ્પદ: બે મહિલા સહિત સાત સામે નોંધાતો ગુનો
  • મહિલા પોલીસ દ્વારા ગેંગ રેપની ઘટના અંગે ઉંડી પૂછપરછ કરતા ફરિયાદ નોંધાવ્યા વિના ભાગી ગઇ

અમરેલીના સાવરકુંડલાની વતની ત્યકતાએ ચાર માસમાં બે વખત પાંચ શખ્સોએ સામુહિક બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન પિડીતાએ આ પહેલાં પણ બળાત્કાર, એટ્રોસિટી અને મળ ખવડાવ્યાના આક્ષેપ સાથે અમદાવાદ, ભાવનગર, કુવાડવામાં પાંચ જેટલી ફરિયાદ નોંધાવ્યા બાદ ભક્તિનગરમાં વધુ એક ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં સમગ્ર ઘટના શંકાસ્પદ જણાતી હોવાનું અને પિડીતા પોતાની મરજીથી કારમાં ગયાનું જણાતા પિડીતાએ ફરિયાદમાં કરેલા આક્ષેપોમાં પણ તથ્ય ન જણાતા પોલીસ હનીટ્રેપની ઘટના જેવો કિસ્સો હોવાનું જણાવી રહી છે.

એક સંતાન સાથે કુવાડવા નજીક સ્થાયી થયેલી પરિણીતાને ચાર માસમાં બે વખત ચોટીલા પાસેના રિસોર્ટમાં લઇ જઇ પાંચ શખ્સોએ સામુહિક બળાત્કાર કરી ખૂનની ધમકી દીધા અંગેની બે મહિલા સહિત સાત શખ્સો સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પિડીતાના લગ્ન પાલિતાણા ખાતે થયા હતા. પતિ પરિણીત હોવાની જાણ થતા 20 વર્ષ પહેલાં પોતાના પુત્ર સાથે પિયર સાવરકુંડલા ખાતે રહેવા આવી હતી. ત્યાં નદી કાઠે લોજ ધરાવતા મયુરભાઇને ત્યાં કામે જતી હોવાથી તેના પરિચયમાં આવી હતી. ગત તા.29 મેના રોજ આજી ડેમ પાસે મયુરભાઇ કથીરીયા મળતા તેને કારમાં બેસાડી ચોટીલા તરફ એક રિસોર્ટમાં લઇ ગયો હતો જયાં અશોક પોપટ, ઘનજી ટીમ્બડીયા, જગદીશ ચાવડા અને એમ.એ.કાદરી નામના શખ્સોએ બળાત્કાર ગુજાર્યા બાદ કારમાં બસ સ્ટેશન પાછળ મુકી ગયા હતા ત્યાર બાદ ફરી અશોક પોપટ શનિવારે મોબાઇલમાં વાત કરી સોરઠીયાવાડી સર્કલ પાસે બોલાવી હતી ત્યાં તેને ગુજારેલા બળાત્કારનું વીડિયો રેકોર્ડીંગ આપી દેશે તેમ કહેતા ત્યાં જતા તેને કારમાં બેસી જવા જણાવતા કારમાં બેસી જતા ફરી ચોટીલા નજીકના રિસોર્ટમાં લઇ ગયા હતા ત્યારે ત્યાં પાંચેય શખ્સોની સાથે ધારીના પ્રેમપરા વિસ્તારની ધનીબેન પરમાર અને તેની પુત્રવધૂ જ્યોતિ ઉર્ફે ગીતા પરમાર હાજર હતા. પાંચેય શખ્સોએ ફરી બળાત્કાર ગુજાર્યા બાદ અશોક બાથરૂમમાં લઇ ગયો હતો.

ત્યાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મળ ખવડાવવાની ફરજ પાડયા અંગેનો પિડીતાએ આક્ષેપ કર્યો છે.પિડીતાએ આ પહેલાં અમદાવાદ, ભાવનગર, અમરેલી અને કુવાડવા રોડ પોલીસ મથકમા દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પિડીતા બળાત્કાર અંગેની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઇ ત્યારે ત્યાં મહિલા પોલીસ દ્વારા ઉંડી પૂછપરછ કરવામાં આવતા પિડીતા કેટલીક વિગતો છુપાવતી હોવાનું મહિલા પોલીસ સ્ટાફને જણાતા તે અંગે કરેલી પૂછપરછથી કંટાળી પિડીતા ભાગી ગઇ હતી ત્યાર બાદ તે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટના શંકાસ્પદ અને પૈસા પડાવવા તમામને ફસાવ્યા હોવાની હનીટ્રેપ જેવો બનાવ પોલીસને જણાય રહ્યો છે. ભક્તિનગર પોલીસે પિડીતાની ફરિયાદના આધારે તપાસ હાથધરી છે.