Abtak Media Google News

મોટોરોલોએ પોતાનો G5S સ્માર્ટફોનના નવા મિડનાઇટ બ્લૂ કલર ઓપ્શનને ભારતમાં મૂક્યા છે. કંપનીએ આ વર્ષો ઓગસ્ટમાં Moto G5S અને Moto G5S Plus ને ભારતમાં લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ સમયે જ કંપનીએ સ્પેશ્યલ બ્લૂ કલર ઓપ્શનને લોન્ચ કરવાની જાણકારી આપી હતી. જેને હવે લોન્ચ કરવામાં આવી છે. અત્યારે આ સ્માર્ટફોન ફાઇન ગોલ્ડ અને લૂનાર ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Advertisement

Moto G5S મિડનાઇટ બ્લૂ એડિશનને 14,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે પરંત, દીવાળીના કારણે, તેને 21 ઓક્ટોબર સુધી EMI ઓપ્શનની સાથે 12,999 રૂપિયામાં સેલ કરવામાં, આવી રહ્યો છે. નવા કલર ઉપરાંત સ્માર્ટફોનમા કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Moto G5S માં 5.2 ઇંચની ફૂલ HD ડિસ્પેલે આપવામાં આવી છે. તેના ફ્રન્ટ પેનલ પર હોમ બટન પર જ ફિંગરપ્રેન્ટ સ્કૈનર છે. Moto G5 ની જેમ જ Motorola Moto G5S પણ ઓકટોકોર CPU ની સાથે સ્નૈપડ્રૈગન 430 પર ચાલે છે. તેમાં 3GB રેમની સાથે 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોરેજને કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે. તેની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 7.1 નૂગટ છે.

ફોટોગ્રાફીના વિભાગની વાત કરવામાં આવે તો તેના બેકમાં એલઇડી ફ્લેશ સપોર્ટની સાથે 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. જ્યારે તેના ફ્રન્ટમાં પણ ફલેશ સપોર્ટની સાથે પાંચ મેગાપિક્સલનો વાઇડ એન્ગલ કેમેરો આપવામાં આવ્યો છે. જેની બેટરી 3,000mAh ની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.