Abtak Media Google News

મોટોરોલાએ moto c plus સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે.મોટોરોલાએ આ સ્માર્ટફોનનું વેચાણ 20 જુનથી ઈ-કોમર્સ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.આ સ્માર્ટફોનની કિમત 6,999રૂપિયા રાખવામાં આવી છે.આ ઉપરાંત 24-26 જુન સુધી ચાલનારા ફેશન સેલમાં ગ્રાહકોને આ સ્માર્ટફોન પર 20%સુધી નું ઓફ મળશે.

આ ફોનના ફીચર્સની વાત કરીએતો આ સ્માર્ટફોન ત્રણ અલગ અલગ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.આ ફોન માં 2GB ram અને 16GB ફોન મેમરી આપવામાં આવી છે,આ ફોનમાં quad-core mediatake mt6737 પ્રોસેસર છે.આ સ્માર્ટફોનમાં  એન્ડ્રોઇડ 7.0 nougat છે.

કેમેરાની વાત કરીએતો આ સ્માર્ટફોનમાં 8mp નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે.જયારે 2mp ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.પાવર બેકઅપ માટે 4,000mAhની બેટરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.