Abtak Media Google News
  • પ્રવકતા અને મીડિયા કોર્ડીનેટરો સાથે બેઠક: પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સાથે ચાર બેઠકોનાં ઉમેદવારો નકકી કરવા વિસ્તૃત ચર્ચા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી  અને રાજયસભાના  સાંસદ મુકુલ  વાસનિક  આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે.   પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો   ધમધમાટ ચાલી રહ્યો છે.   રાજયની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા મનોમંથન કરવામાં આવ્યું હતુ.લોકસભાની છેલ્લી બે  ચૂંટણીથી  કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકયું નથી કરૂણ રકાસની હેટ્રીક  ખાળવા કોંગ્રેસ આ વખતે  ખૂબજ ગંભીરતા સાથે ચૂંટણીલક્ષી વ્યુહ રચના તૈયાર કરવામાં આવી રહી છે. રાજયની 26 બેઠકો પૈકી  ભાવનગર અને   ભરૂચ બેઠક ઈન્ડીયા ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે.  જયારે બાકીની 24 પૈકી  20 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ, મહેસાણા, નવસરી અને અમદાવાદ   પૂર્વ બેઠક માટે ઉમેદવારો  જાહેર કરવામાં આવ્યા નથી.

દરમિયાન  આજે ગુજરાતનાં પ્રભારી  અને રાજયસભાના  સાંસદ મુકુલ  વાસનિક  આજે ગુજરાતનાં  પ્રવાસે આવ્યા છે. ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ આઠ કમિટીની રચના કરવામાં આવી છે. આજે વાસનિકે કોંગ્રેસના  પ્રદેશ પ્રવકતા અને મીડિયા  કોર્ડિનેટરો સાથે બેઠક યોજી  હતી. તમામને ચૂંટણી સંદર્ભે નિવેદન આપવા માટે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું તેની નકકર માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ તેઓએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ સાથે પણ બેઠક યોજી હતી. જેમાં લોકસભાની  જે ચાર બેઠકો માટે હજી ઉમેદવારો નકકી થયા નથી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન   આગામી શુક્રવારથી ચૂંટણીનું   જાહેરનામું પ્રસિધ્ધ  થતાની સાથે જ ઉમેદવારી  ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. આગામી રવિવાર સુધીમાં  કોંગ્રેસ   દ્વારા રાજકોટ, મહેસાણા,  નવસારી અને અમદાવાદ  બેઠક માટે  ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.