Abtak Media Google News

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મંગળવાર સવારથી વિદ્યાર્થીઓએ લોકલ રેલ રોકી દીધી છે. રેલવેમાં સ્થાયી નોકરીની માગના કારણે માટુંગા અને દાદાર વચ્ચે ટ્રેની અપ્રેંટિંસે ટ્રેક જામ કરી દીધો છે. વિદ્યાર્થીઓના હોબાળાના કારણે મુસાફરોને ઘણી તકલીફ પડી રહી છે. પ્રદર્શનકારીઓની માગણી છે કે, 20 ટકા કોટાને હટાવી દેવામાં આવે અને સ્થાયી નોકરી આપવામાં આવે.

માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો જેથી રેલવે લાઈન ફ્રી થઈ શકે. પરંતુ તે દરમિયાન પણ વિદ્યાર્થીઓ માન્યા નહતા અને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો.

1 3 1521518808મનસેના સંદીપ પાંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, જ્યાં સુધી રેલ મંત્રી પીયૂષ ગોયલ લેખિતમાં આશ્વાસન નહીં આપે ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રહેશે. ધરણાં અને વિરોધ દરમિયાન ચીફ પીઆરઓ સેન્ટ્રલ રેલવેએ કહ્યું છે કે, માટુંગા-દાદર ટ્રેક વચ્ચે મુશ્કેલી આવી રહી છે. જેને રેલવે પોલીસ હેન્ડલ કરી રહી છે. પ્રદર્શનના કારણે રેલવે સ્ટેશન પર ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. ટ્રેક અને સ્ટેશન આસપાસ વિદ્યાર્થીઓની ઘણી ભીડ ભેગી થઈ છે.

વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો લાઠી-ચાર્જ

વિરોધ-પ્રદર્શનકારીઓનો આરોપ છે કે, પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો છે. પ્રદર્શન પછી સેન્ટ્રલ લાઈન પર 30 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. રેલવે તરફથી 23004000 હેલ્પલાઈન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પર વિરોધ પ્રદર્શનના કારણે કુર્લા વિસ્તારમાં બેસ્ટની બસો વધારે ચલાવવામાં આવી રહી છે જેથી યાત્રીઓને મુશ્કેલી ન થાય. વિરોધ પ્રદર્શન વચ્ચે સેન્ટ્રલ રેલવે તરફથી ટ્વિટ કરીને નવા રુટની માહિતી આપવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.