Abtak Media Google News

ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા વગડાના વા. એકમાં પોતાના બાળક માટે કંઈ પણ કરી શકે છે તે પછી પોતાના પેટ પર પાટા બાંધીને પણ બાળકનો ઉછેર કરી શકે છે ત્યારે રાજ્યમાં એક હજમચાવી દે તેવી ઘટના સામે આવી છે જેમાં બે મહિના પહેલા જ જન્મ આપેલી દીકરીને જનેતાએ મોતને ઘાટ ઉતારી છે

Whatsapp Image 2023 01 02 At 6.17.39 Pm 2

પ્રાપ્ત વિગતો મુજબ આ જનેતા આણંદ જિલ્લાના પેટલાદ રાવલી ગામની રહેવાસી હતી જ્યા ફરજાના બાનુ પોતાના પતિ આસિફ મિયા મલેક સાથે રહે છે તેણીએ બે માસ પહેલા જ પોતાની દીકરીને જન્મ આપ્યો હતો. જન્મતાની સાથે જ દીકરી બીમાર પડી હોવાથી તેને હોસ્પિટલ 24 દિવસ માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનો ઓપરેશન પણ કરાયું હતું. તબીબ દ્વારા કારણ જણાવવામાં આવ્યું હતું કે બાળક ખરાબ પાણી પી ગયું હોવાથી કોઈ તકલીફ થાય છે.

Whatsapp Image 2023 01 02 At 6.17.39 Pm 1

ત્યારબાદ દીકરીનો આંતરડાનો ભાગ બહાર આવતાં તેણીને નડિયાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં પણ કંઈ ફરક ના પડતા દીકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારે જનેતાએ આ કૃત્ય આચાર્ય હોવાની માહિતી મળી રહી છે. આ દરમિયાન ગઈ કાલ સવારે દીકરી ના પિતા આસિફમિયાએ ઊઠીને જોયું તો વોર્ડ નંબર ત્રણમાં તેની બે માસની દીકરી અમરીનબાનુ ન હતી. ત્યારે સીસીટીવી ના આધારે તપાસ કરાવતા પત્નીનો ભાંડો ફૂટ્યો હતો.

સીસીટીવી ની તપાસ મુજબ માતાએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઈ હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બે માસની બાળકીની હત્યા કરનારી માતાની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.