સીટીબસ લોકોની સેવા માટે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચડવામાં સીટી બસ લોકોની મદદ કરે છે ત્યારે સુરતમાં સિટીબસના બેફામ ડ્રાયવરે યુવકને ઈશ્વરના ઘરે પહોંચાડી દીધો હતો, મળતી માહિતી મુજબ આ ઘટના ભેસ્તાન વિસ્તારમાં નવી કોલોની પાસેની છે જ્યાં રૂટમાં રસ્તો ઓળંગી રહેલા બે મિત્રોને સીટી બસે હડફેટે લીધા હતા તેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો એકનો જીવ માંડ-માંડ બચ્યો હતો.

મૂળ ઝારખંડના વતની અને હાલ ભેસ્તાન નવી કોલોની ખાતે રહેતા ૨૪ વર્ષીય અભિમન્યુ રમેશરાજ ગવાની મજુરી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. એક વર્ષ પહેલા જ દામ્પત્યજીવનની શરુઆત કરી હતી. ત્યારે રવિવારે સાંજે અભિમન્યુ બબલુ સાથે સામાન લેવા માટ પગપાળા જતો હતો. નવીન કોલોની નજીક નવીન કોલ્ડ્રીંક્સની સામેથી બીઆરટીએસના રૂટમાંથી બન્ને રસ્તો ઓળંગતા હતા. ત્યારે સિટીબસ ચાલકે યુવાનોને અડફેટે લીધા હતા.

કામરેજથી સચિન જીઆઈડીસી નાકા રૂટની બ્લ્યુ સિટી બસના ચાલકે અભિમન્યુને અડફેટમાં લઈ લીધો હતો. બસ ને અટકવવા યુવકે પ્રયાસ પણ કરીયો પણ બસ ચાલકે બસ નહિ રોકી ધસી આવ્યો હોવાના યુવાનના પરિવારના આક્ષેપ છે. નવી કોલોની પાસે બીઆરટીએસ રૂટમાં રસ્તો ઓળંગી રહેલા બે મિત્રો પૈકી એકને પુરપાટ ઝડપે ધસી આવેલા સિટીબસના ચાલકે અડફેટમાં લઈ લેતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. પાંડેસરા પોલીસ એ બસ ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.