Abtak Media Google News

બાંગ્લાદેશ, પાકિસ્તાન અને નાઇજીરિયનોનો પણ દેશ નિકાલ કરો: રાજ ઠાકર

1439373216 4461

વિશાળ રેલીમાં મુંબઇમાં સીએએના કાયદાના સમર્થનમાં મનસેની નવા કાયદાનો વિરોધ કરનારાને આંખથી આંખ મેળવીને જવાબ અપાશે

દેશમાં પહેલા મુસ્લિમોને પોતાના પક્ષે રાખવા અને તેમના મતો અંકે કરવા માટે કોંગ્રેસ સહીતના રાજકીય પક્ષોની ‘હોડ’લાગી હતી પણ હવે સમય બદલાઇ ગયો છે અને હિન્દુઓને પોતાના પક્ષે રાખવા ને તેમના મતો અંકે ભાજપ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહીતના પક્ષોમાં ‘હોડ ’લાગી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નાગરિક સુરક્ષા ધારા સીએએ એમેન્ડમેન્ટને રાજકીય સમર્થન અને તેને જલ્દીથી લાગુ કરવા માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મેદાનમાં આવી છે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ ઘુષણખોરોને દેશ નિકાલ કરવાની માંગને લઇને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મહારેલીના લલકારને પગલે મોદી સંખ્યામાં એમ.એન.એસ. ના કાર્યકારો સંગઠીત થઇ રાજઠાકરેના પક્ષે ગેરકાનુની રીતે દેશમાં ઘુસેલા પાકિસ્તાની અને બાંગ્લાદેશી મુસ્લીમોને બહાર કાઢવાની માંગને લઇને જાહેર કરેલી મહા મોરચામાં મનસેના હાજરો કાર્યકરો સામેલ થયા હતા. સીએએના સમર્થનમાં યોજાયેલી આ માર્ચ જીમખાનાથી શરુ થઇ અને મરીન ડ્રાઇવ થઇને દક્ષિણ મુંબઇના આઝાદ મેદાનમાં પુરી જયાં ઠાકરે રેલીને સંબોઘ્યો હતો.

મુંબઇ પોલીસે જણાવ્યું હતું કે, મનસેની આ જંગી રેલીને લઇને સ્થાનીક પોલીસ ઉપરાંત એસ.આર.પી. હુલ્લડ વિરોધી પોલીસ, રેપીડેશન ફોર્સ, બોમ્બ ડિસ્ફોઝલ સ્કોપોર્ડ અને છસો વધારાના પોલીસ કર્મચારીઓ રેલીના ‚ટ પર તૈનાત કરવામાં આવ્યાં હતા.

તેમણે કહ્યું હતું કે લોકોની વચ્ચે ભીડમાં પણ સાદા કપડામાં પોલીસ તૈનાત રહે હતી સાથે સાથે ડ્રોન કેમેરા અને સીસી ટીવી કેમેરાથી પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસ) ના પ્રમુખ રાજઠાકરેએ રવિવારે ચેતવણી ઉચ્ચારી હતી કે નવા કાયદાના વિરોધીઓને આંખથી આંખ મેળવીને જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનની અને બાંગ્લાદેશી ઘુષણખોરો ઉપરાંત ગેરકાયદેસર રીતે દેશમાં વસ્તા નાઇઝિરિયન નાગરિકો પણ હિટલિસ્ટમાં છે તેમ છતાં એન.બીસી ના વિરોધમાં હોવા છતાં મનસેએ સીએએના સમર્થનમાં આ રેલીનું આયોજન કરાયું હતું.

રવિવારે મનસેના અસંખ્ય કાર્યકરો  ભગવા ટીશર્ટમાં સજજ અને સેનાના કેસરીયા ઘ્વજને લહેરાવતા હજારો યુવાનોએ ભારત માતાકી જય, જયશ્રીરામ અને વંદેમાતરમના જયઘોષ સાથે મરીન ડ્રાઇવથી હિન્દુ જીમખાના થઇને આઝાદ મેદાન  સુધી મોરચો કાઢયો હતો.

રાજઠાકરેએ દેશમાં ગેરકાયદે રીતે વસ્તા પાકિસ્તાન, બાંગ્લાદેશી અને નાઇઝિરિયનો મુસ્લીમોને દેશ બહાર ખસેડવાની માંગ કરી છે. રેલી પૂર્વ મરીન ડ્રાઇવ ખાતે ઠાકરેએ પ્રભાદેવમાં સિઘ્ધિ વિનાયક મંદીરે આશીર્વાદ લીધા હતા. પક્ષના નેતા અમી ખોપકર, સંદીપ દેશપાંડે, સંતોષ ધુરી સહીતના આગેવાનોએ નજીકના રામમંદીરમાં આરતી કરી હતી.

ડેપ્યુટી પોલીસ કમિશ્નર પ્રણવ અશોકે જણાવ્યું હતું કે, વિસ હજાર જેટલા કાર્યકર્તાઓએ રેલીમાં ભાગ લીધો હતો. બંદોબસ્ત જાળવવા માટે ૩ થી ૪ હજાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. અને સીસી ટીવી ના માઘ્યમથી લોકોના સમુહ ઉપર નઝર રાખવામાં આવી હતી.

રાજદ્વારી નિષ્ણાંતોના મત મુજબ આ રેલી પક્ષ માટે શકિત પ્રર્દશન અને લોકોને પક્ષના નવા ભગવા ઘ્વજ, છત્રપતિ શિવાજી મહારાજના મુદ્રણ સાથે ર૩મી જાન્યુઆરીએ અપનાવવામાં આવ્યો તે અંગેની વ્યાપક જનજાગૃતિ માટેનો આ મુખ્ય હેતું છે.

સભાને સંબોધતા ઠાકરેએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશી અને પાકિસ્તાનની ઘુષણખોરોને દેશમાંથી બહાર ખસેડવા જોઇએ હવે આ નામાવલીમાં નાઇઝિરિયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની અને બાંગ્દેશી ઘુષણખોરોની હાજરી અને અસ્તિત્વ ચારે કોર બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા છે. મનસેની આ મહારેલીએ મહારાષ્ટ્રમાં ફરીથી રાજકારણમાં ગરમાવો લાવ્યો છે.

દેશમાં રહેવું હશે તેણે હિન્દુ સમાજ માટે કામ કરવું પડશે: સુરેશ ભૈયાજી જોશી

Suresh

હિન્દુ સમાજ એટલે ભાજપ એવું નથી, રાજકીય લડાઈને હિન્દુઓ સાથે ન જોડો: ગોવામાં આરએસએસના મહાસચિવ

દેશમાં કામ કરવું કે રહેવું હશે તેણે હિન્દુ સમાજ માટે કામ કરવું પડશે તેમ ગોવા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતુ.

પણજી નજીકનાં દોણા પાવલા ખાતે ‘વિશ્ર્વગુ‚ ભારત, આરએસએસનો દ્રષ્ટિકોણ’ એ વિષય પર યોજાયેલા કાર્યક્રમમાં વકતવ્ય આપતા આરએસએસનાં મહાસચિવ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતુ કે હિન્દુ સમાજનો અર્થ ભારતીય જનતા પક્ષ નથી ભાજપનો વિરોધ કરવો એટલે હિન્દુઓનો વિરોધ કરવો એવું નથી.

અમારી રાજકીય લડાઈ હજુ પણ ચાલુ રહેશે પણ રાજકારણને હિન્દુઓ સાથે જોડવું એ યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે જેણે દેશમાં કામ કરવું કે રહેવું હશે તેણે હિન્દુઓની સાથે રહેવું પડશે અને તેના કલ્યાણ માટે કામ કરવું પડશે. પ્રાચીન સમયથી હિન્દુઓએ ભારતની પ્રગતિ અને પતન જોયા છે. દેશને હિન્દુ સમાજથી અલગ કરીને જોઈ ન શકાય. હિન્દુ હંમેશા આ દેશના કેન્દ્રમાં જ રહેશે.

જોશીએ જણાવ્યું કે વિશ્ર્વમાં સૌથી વધુ દમન સહન કરનાર એક જ દેશ ભારત કયારેય ખતમ નહી થાય, અનેક દમન છતા આગળ વધતો જ રહેશે ભારત અનંતકાળ સુધી જીવશે એટલે કે હિન્દુ સમાજનો કયારેય અંત નહી આવે.

આ કાર્યક્રમમાં ગોવા અને દમણનાં બિશપ નેશ ફેરારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.