Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ઉદિત અગ્રવાલ એકશન મોડમાં: કોલ સેન્ટરની ફરિયાદોનું લીસ્ટ મંગાવ્યું અધિકારીઓ સાથે મીટીંગ, શાખા વાઈઝ પ્રેન્ઝટેશન રજુ કરવા સુચના: ભારે વરસાદની આગાહીમાં તંત્રને એલર્ટ રહેવા પણ તાકીદ

રાજકોટ મહાનગરપાલિકાનાં ૩૦માં મ્યુનિસિપલ કમિશનર તરીકે ગઈકાલે ઉદિત અગ્રવાલ ચાર્જ સંભાળ્યા બાદ આજથી તેઓ એકશન મોડમાં આવી ગયા છે. મહાપાલિકાનાં કોલ સેન્ટરમાં નોંધાતી રોજીંદી ફરિયાદનું લીસ્ટ મંગાવ્યું છે. અધિકારીઓ સાથે મિટીંગ યોજી હતી. શાખા વાઈઝ પ્રેઝન્ટેશન રજુ કરવા તાકીદ કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય લોકોને હાલાકી વેઠવી ન પડે તે માટે સતર્ક રહેવા પણ સુચના આપી દેવામાં આવી છે.

નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હોમટાઉનમાં મારું ડ્રીમ પોસ્ટીંગ થયું છે. કામ કરવાની એક ઉતમ તક મળી છે આ જવાબદારી સ્વિકારવા માટે હું ખુબ જ તત્પર છું. શહેરમાં શું સારું છે, શું ક્ષતિ છે અને શું ઘટે છે તે બાબત પણ વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. સ્માર્ટ સિટી, સ્વચ્છતા, ટ્રાફિક અને પાણી મુખ્ય પ્રાધાન્ય રહેશે. કામમાં સુધારો થાય તે માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને શહેરની સમસ્યા જાણવા માટે ફિલ્ડમાં નિકળીશ. દરેક શાખાને પોતાની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવા માટે સુચના આપી દેવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા લોકોને અપાતી સેવાઓમાં સુધારો લાવવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ હું સમગ્ર વહિવટી તંત્રની કામગીરી સમજવાનો પ્રયાસ કરીશ. કુદરતની મહેરબાનીથી શહેરનો પાણીનો પ્રશ્ર્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે પરંતુ તેનો મતલબ એવો નથી કે આપણે પાણીનો બગાડ કરવો જોઈએ. કુદરતે પાણી આપ્યું છે તો તેનો કરકસરયુકત વહિવટ કરવો જોઈએ. પાણીનો બગાડ ન કરવા માટે અધિકારીઓને પણ સુચના આપવામાં આવશે. માત્ર લાઈન લોસથી પાણીનો વેડફાટ થતો નથી. લોકોનો પણ સહયોગ મળી રહે તે જરૂરી છે. શહેરીજનો રાઉન્ડ ધી કલોક પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે કોર્પોરેશનની કોલ સેન્ટર સેવા ચાલી રહી છે જેમાં નોંધાતી પાણી સહિતની ફરિયાદોનું મેં લીસ્ટ મંગાવ્યું છે. સ્માર્ટ સિટી, સ્વચ્છતા, ટ્રાફિક અને પાણીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરમાં કુદકે અને ભુદકે વધી રહેલી વસ્તીનાં કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે જે હલ કરવા માટે ટ્રાફિક પોલીસને સાથે રાખી કામ કરવામાં આવશે. ટ્રાફિકનો પ્રશ્ર્ન મારા હૃદયથી ખુબ જ નજીક છે અને આ જટીલ પ્રશ્ર્નને હલ કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. કોઈપણ કામગીરી તંત્ર એકલા હાથે કરી શકતું નથી જેમાં લોક ભાગીદારીની આવશ્યકતા ઉભી થાય છે. લોકોને સાથે રાખી અને લોકોનાં સહકારથી જ શહેરની વિવિધ સમસ્યાને ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવશે.

સી.એમ.નાં હોમટાઉનમાં કામ કરવાની તક મળી છે જે મારા માટે ખુબ જ સારી બાબત છે. આ જવાબદારી નિભાવવા માટે હું ખુબ જ તત્પર છું. જનરલ બોર્ડ ચલાવવાનો અનુભવ નથી પરંતુ વલસાડ અને અમદાવાદનાં ડીડીઓ તરીકે કરેલી કામગીરીનો અનુભવ રાજકોટમાં ચોકકસ કામ લાગશે. શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્ર તમામ મુશ્કેલીને પહોંચી વળવા માટે સજજ છે.

My-Dream-Posting-Smart-City-Cleaning-Traffic-And-Water-Preferred-In-Cms-Hometown-Udit-Agarwal
my-dream-posting-smart-city-cleaning-traffic-and-water-preferred-in-cms-hometown-udit-agarwal

વરસાદ પડે અને લોકોને શકય તેટલી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે માટેનું મુખ્ય પ્રાધાન્ય રહેશે. રૂડાનાં ચેરમેન તરીકેનો ચાર્જ પણ મારી પાસે હોય તે કામગીરી પણ સમજવી પડશે.તેઓએ ઉમેર્યું હતું કે, મને બાઈક ચલાવવાનો ખુબ જ શોખ છે જો જરૂર પડશે તો શહેરની નાની ગલીઓની સમસ્યા જાણવા માટે હું બાઈક પર પણ ફિલ્ડમાં નિકળીશ. લોક ભાગીદારીથી શહેરની વર્તમાન સ્થિતિમાં સતત સુધારો લાવવામાં આવશે. લોકોને સાથે રાખી રાજકોટને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. મારી પહેલાનાં જે કમિશનરોએ શહેરનાં વિકાસ માટેની કામગીરી કરી છે એને સતત આગળ ધપાવવા માટે હું પ્રયત્નશીલ રહીશ.

કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ઉદિત અગ્રવાલ એકશન મોડમાં આવી ગયા છે. ગઈકાલે સાંજે તેઓએ અલગ-અલગ શાખાનાં અધિકારીઓ સાથે એક પ્રાથમિક બેઠક યોજી હતી જેમાં તેઓએ પોતાનો પરીચય આપ્યો હતો અને અધિકારીઓનો પરીચય મેળવ્યો હતો. આજે સવારથી સતત શુભેચ્છકોનો જનસેલાબ ચાલુ હતો. તેઓએ મેયર સહિતનાં કોર્પોરેશનનાં પદાધિકારીઓ, અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શહેરનાં વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી.

‘અબતક’ સાથે પાતીકા પણાની લાગણી અનુભવાય છે: ઉદિત અગ્રવાલ ગદગદીત

નવનિયુકત મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ જયારે પંચમહાલ જિલ્લાનાં કલેકટર હતા ત્યારે યોજાયેલા પંચમહોત્સવનું અબતકની ટીમે કવરેજ કર્યું હતુ. જેમાં ઉદિત અગ્રવાલનું ઈન્ટરવ્યું પણ કર્યું હતુ. આ કવરેજના સંસ્મરણોને યાદ કરીને ઉદિત અગ્રવાલે જણાવ્યું હતુ કે અબતક સાથે પોતીકાપણાની લાગણી અનુભવાય છે. આ પરિવાર સાથેનો નાતો જૂનો હોવાનું ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.