Abtak Media Google News

ઘાટકોપરના શ્રી હિંગવાલા સ્થાનકવાસી જૈન સંઘમાં આયંબીલ ઓળી પર્વ નિમિત્તિ ભાવિકોને આત્મકલ્યાણની આરાધના કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજયશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિઘ્યે અનેક અનેક ભાવિકો તપ – ત્યાગ, ધર્મ-ઘ્યાન અને જ્ઞાનથી ભાવિત-અહોભાવિત થઇને ધન્ય બની રહ્યાં છે.

Advertisement

વ્યતીત થઇ રહેલાં આયંબિલ ઓળી પર્વના છઠ્ઠા દિવસે ભાવિકોને પ્રભુના જ્ઞાનની મહત્તા સમજાવતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ સમજાવ્યું કે, પ્રભુની વાણી એવી હિતકારી છે. જેના કાનમાં પણ પડે એનું સમગ્ર જીવન સાર્થક થઇ જતું હોય છે. આપણે માત્ર તપના આરાધક નથી બનવાનું પરંતુ પ્રભુના આગમના આરાધક બનીને પ્રભુના ખરા વાસરદાર કહવડાવવાને હકકદાર બનવું છે. આપણે નમો નાણસ્ય માત્ર બોલવું નથી પરંતુ નમો નાણસ્ય કરીને બતાવવાનું છે અને તો જ આ પદ વાસ્વવિકતામાં સાર્થક બનશે. આપણે જ્ઞાનને માત્ર પામવું નથી પરંતુ અન્યને પણ પમાડીને જ્ઞાનની અનુમોદના કરવાની છે.

આ અવસરે રાષ્ટ્રસંત પૂજયના ચરણ-શરણમાં રહીને સયમજીવનનું પ્રશિક્ષણ લઇ રહેલા સાધક દીદીઓએ સમૂહમાં એક સાથે, એક લયમાં મધુર સ્વરે પ્રભુના આગમનની ગાથાનું પઠન કરતાં ઉપસ્થિત સમુદાય પ્રભુના જ્ઞાન અને જ્ઞાનીઓ પ્રત્યે ઉપસ્થિત સમુદાય ન માત્ર અહોભાવિત થયો હતો પરંતુ સાથે સાથે અનેક ભાવિકોઓ પ્રભુના જ્ઞાનને કંઠસ્ય કરવાનો શુભ સંકલ્પ કરીને રાષ્ટ્રસંત પૂજયશ્રીની જ્ઞાન આરાધનાનો પ્રેરણાને અહોભાવથી ઝીલી લીધી હતી.

પૂર્ણાહુતિ તરફ જઇ રહેલા આયંબિલ ઓળીના પર્વમાં રાષ્ટ્રસંત પૂજયના સાનિઘ્યે સાધના-આરાધના અને આત્મકલ્યાણ કરાવી દેનારા કાર્યક્રમોનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ સાંનિઘ્યે સદભાગ્યે પ્રાપ્ત થતાં આત્મહિતના દરેક કાર્યક્રમમાં સહભાગી બનીને ધન્ય બનવા સહુ ભાવિકોને ભાવથી આમંત્રિત કરવામાં આવ્યા છે.

આવતીકાલે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે પ્રભુ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પ્રેરણાત્મક નાટિક ત્યારે હું ભગવાન બન્યોની રજુઆત સાથે માતા ત્રિશલાદેવીને આવેલા ૧૪ મહાસ્વપ્નના દિવ્ય દર્શન પણ કરાવવામાં આવશે. જન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ સવારના ૯ કલાકથી શ્રી ભાટિયાવાડી, તિલક રોડ, ઘાટકોપર ઇન્ટ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. તેમજ રાત્રે ૮ કલાકે તિલક રોડ સ્થિત પારસધામ ઘાટકોપરના પ્રાંગણે વિશ્ર્વ વિખ્યાત શાસ્ત્રીય ગાયક કુમારભાઇ ચેટર્જીના સ્વરે ભકિત સંઘ્યામાં પ્રભુને પારણિયે ઝૂલાવવાનો લાભ લેવા સહુ ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.