Abtak Media Google News

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તા. ૧૦ મીઓગષ્ટ,૨૦૧૯ ના રોજ તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૬ મીટરે થતા કાકડીઆંબા ડેમ ગત ૨૦૧૩ ના વર્ષબાદ આ ડેમ હાલમાં પુનઃ છલકાયો છે.(ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૨૧૧ કયુસેકપાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૯.૩૭મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાનાડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા,નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટેસિંચાઇના પાણીનો લાભ મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.