Abtak Media Google News

એન્ટાર્કટીકામાં બની ઘટના: અગાઉ ૧૭ વર્ષ પહેલા ૪૦૦૦ સ્કવેર માઈલની રાક્ષસી હિમશીલા છૂટી પડેલી

૨૨૦૦ સ્કવેર માઈલના છૂટા પડેલા એક ટુકડાની તસવીર ‘નાસા’એ ઝડપી છે. એન્ટાર્કટિકામાંથી અગાઉ છૂટા પડેલા ઘણા બધા રાક્ષસી કદના બરફના ટુકડા પૈકી આ એક છે જેને એ-૬૮ નામ આપવામાં આવ્યું છે.

Advertisement

આ આઈસબર્ગ એટલે કે બરફનો ટુકડો અમેરીકાના દેલાવેર (ડેલાવેર) રાજયના વિસ્તાર જેટલું ક્ષેત્રફલ (આશરે ૨૨૦૦ સ્કવેર માઈલ) ધરાવે છે. અમેરીકન અવકાશ સંશોધન એજન્સી નાસા (એનએએસએ)ના વિજ્ઞાની નાથન જેસને એ-૬૮ની તસવીર ઝડપી છે. ગત જુલાઈ માસમાં એર્ન્ટાકટિકામાં આ મહાકાય બરફનો ટુકડો છૂટો પડયો હતો. સ્વાભાવિક રીતે જ આનાથી દરિયાઈ સપાટીમાં વધારો થશે. હિમશીલાઓ પીગળીને પાણીમાં પરિવર્તીત થાય એટલે સી. લેવલ ઉંચુ જાય છે.

અત્યાર સુધીમાં ૪૦૦૦ સ્કવેર માઈલની આઈસબર્ગ છૂટી પડવાની ઘટનાનો રેકોર્ડ હજુ અકબંધ છે. તાજી ઘટનામાં આઈસબર્ગનું કદ ૨૨૦૦ સ્કવેરમઈલ નોંધવામાં આવ્યું છે. ૪૦૦૦ સ્કવેર માઈલનો બરફનો ટુકડો ૨૦૦૦ની સાલમાં છૂટો પડયો હતો.

નાસાના અન્ય વિજ્ઞાની એરિક બેટોને ‘ન્યુયોર્ક પોસ્ટ’ અખબારને જણાવ્યું હતુ કે જુલાઈમાં બનેલી આ ઘટના કલાયમેટ ચેન્જની નીશાની છે. તાપમાનનો પારો ઉંચો જતા હિમશૃંખલામાંથી આ મહાકાય હિમશીલા છૂટી પડી છે.

જોકે અહી જનજીવન નહીવત હોવાથી કોઈ જ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. આને ખૂબ શકિતશાળી હિમસ્ખલન પણ કહી શકાય. હિમવાવાઝોડુ આખી અલગ ઘટના છે. ટૂંકમાં જુલાઈમાં બનેલી આ અદ્વિતીય ઘટનાની અદભૂત તસવીર નાસાએ જારી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.