Abtak Media Google News

દરિયાકાંઠે મહાકાય કોસ્ટલ ઝોન બનાવી ૧૫ હજાર કરોડનું રોકાણ પ્રથમ તબકકામાં મળશે

સરકારે મહાકાય કોસ્ટલ ઈકોનોમી ઝોનને મંજૂરી આપતા હવે સૌરાષ્ટ્ર સહિતના દરિયા કિનારે વિકાસની વિપુલ તકો ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર બની રહેશે. મહારાષ્ટ્રના જવાહરલાલ નહે‚ પોર્ટ ખાતે ૧૪ ઈન્ડસ્ટ્રીયલ કલ્સ્ટર ઉભુ કરવાની પરવાનગી અપાતા હવે ૪૫થી વધારે કંપનીઓ ૧૫ હજાર કરોડના રોકાણ કરવા તૈયાર થઈ છે.

Advertisement

કોસ્ટલ ઈકોનોમીક ઝોનના વિકાસના પરિણામે દેશના રોજગારી વધશે તેમજ મેન્યુફેકચરીંગને પણ બહોળુ પ્રોત્સાહન મળશે. આ પ્રોજેકટના પ્રથમ તબકકામાં ‚ા.૧૫ હજાર કરોડનું રોકાણ મળશે. ઉપરાંત દોઢ લાખ રોજગારી પણ ઉભી થશે. આ ઈકોનોમીક ઝોનમાં આઈટી ઓટો અને ટેલીકોમ ક્ષેત્રની કંપનીઓ ઈન્સ્વેટ કરવા માટે ‚ચી ધરાવે છે.

સરકારના કોસ્ટલ ઈકોનોમીક ઝોન પ્રત્યે લેવાતા નિર્ણાયક પગલાના કારણે જોડીયા અને નવલખી જેવા સૌરાષ્ટ્રના બંદરોનો પણ વિકાસ થશે. તાજેતરમાં મોરબી સિરામીક એસો. દ્વારા નવલખી બંદરના સંચાલન માટે સરકારને દરખાસ્ત કરવાની તૈયારી દર્શાવાઈ હતી.

સરકાર પણ કેટલાક બંદરો પીપીપીના ધારણે વિકાસ થાય તેવું ઈચ્છી રહી છે. નવલખી બંદરનું સંચાલન મોરબી સિરામિક એસો. કરે તો સિરામિક ઉદ્યોગને અનેક ફાયદાઓ થઈ શકે છે. ટૂંક સમયમાં આ મુદ્દે સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.