Abtak Media Google News

રાજ્યપાલ લેફટનન્ટ જનરલ ગુરમીત સિંહ ઉદ્ઘાટન કરશે:સ્વામી રામદેવજી, સ્વામી કૈલાશાનંદજી, સ્વામી ચિદાનંદજીની રહેશે વિશેષ ઉપસ્થિતિ

અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડો.ના 40મા દીક્ષા દિવસ નિમિત્તે ઉત્તરાખંડના રાજભવન ખાતે શનિવારે, 8 ઓક્ટોબર, 2022ના રોજ સવારે 10.00 કલાકે પ્રકૃતિ અને સંસ્કૃતિના જતનમાં સંતોનું યોગદાન વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ઉત્તરાખંડના રાજ્યપાલ માનનીય લે. જનરલ ગુરમીત સિંહ દ્વારા કરવામાં આવશે. પતંજલિ યોગપીઠના સ્થાપક યોગઋષિ સ્વામી રામદેવ, નિરંજન પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદજી, પરમાર્થ નિકેતનના પરમધ્યક્ષ સ્વામી ચિદાનંદ સરસ્વતીજી રાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લેશે.નોંધનીય છે કે,  જાણીતા ચિંતક, લેખક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈનાચાર્ય ડો.લોકેશજી 22 વર્ષની વયે ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ કરીને 08 ઓક્ટોબર 1983ના રોજ જૈન સાધુ બન્યા હતા.છેલ્લા 39 વર્ષથી તેઓ રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ, સન્માનીય મૂલ્યોના ઉત્થાન અને સમાજમાં અહિંસા, શાંતિ, સૌહાર્દના પ્રચાર માટે સતત પ્રયત્નશીલ છે, તેમના નેતૃત્વમાં અહિંસા વિશ્વ ભારતી સંસ્થાએ સ્ત્રી ભ્રૂણ હત્યા, પર્યાવરણીય પ્રદૂષણ , માદક દ્રવ્ય સામે સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું છે. તેમના દ્વારા ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું નિર્માણ તાજેતરમાં ગુરુગ્રામમાં શરૂ થયું છે.

કર્નલ તેજેન્દ્ર પાલ ત્યાગી, કાર્યક્રમના સંયોજક સંજય મિત્તલ અને સતીશ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દેશના વિવિધ ભાગોમાંથી પ્રતિષ્ઠિત મહાનુભાવો, જેમાં ન્યુ જર્સીથી અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએના અધ્યક્ષ અનિલ મોંગા અને મુંબઈથી વર્લ્ડ પીસ સેન્ટરના ટ્રસ્ટી શ્રી સૌરવ બોરા આ સમારોહમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે.અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડો લોકેશજીએ જણાવ્યું હતું કે, સંતો અને મહાત્માઓએ હંમેશા વૈશ્વિક સ્તરે ધર્મ, આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોનો મહિમા કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંરક્ષણમાં વિશ્વસ્તરીય યોગદાન આપતી સંસ્થાને આ પ્રસંગે “અહિંસા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.