Abtak Media Google News

શિબિરમાં 60 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સાથે બે દિવસ અને એક રાત્રિની શિબિર

શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરીને 20 રૂપિયા ફી ભરવાની રહેશે

વિદ્યાર્થીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, લાગણી વધે તે માટે નવરંગ નેચર ક્લબ – રાજકોટ ઋતુ પ્રમાણે પ્રકૃતિ અનુભૂતિ શિબિરોનું ટોકન દરે દર વર્ષે આયોજન કરે છે. એક શિબિરમાં 60 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ભાગ લઈ શકે છે. 2 દિવસ અને 1 રાત્રિની એક શિબિર હોય છે, આવી શિબિરો થોરાડા વીડી ખાતે આવેલ વન ચેતના કેન્દ્ર – રાજકોટ ખાતે સામાજિક વનીકરણ વિભાગ – રાજકોટના સહયોગ થી તારીખ 03/07/2023 થી 31/07/2023 સુધી કરવાનું આયોજન છે, જેની ફી રૂ.20 પ્રતિ વિદ્યાર્થી છે, આ ફી અમો પ્રશિક્ષકને આપીએ છીએ.

Advertisement

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વી.ડી. બાલાએ જણાવ્યું હતું કે વન ચેતના કેન્દ્ર રાજકોટ એ આજી ડેમના કાંઠે આવેલ છે, જ્યાં સરસ મજાનું જંગલ છે અને પક્ષીઓથી હર્યાભર્યા આ એરિયામાં બાળકોને પક્ષી દર્શન, વનસ્પતિ દર્શન, આકાશ દર્શન કરાવવામાં આવશે.

શિબિરના કાર્યક્રમ બપોરે 3 વાગે આગમન, 04 થી 06:30 વન-વગડામાં ટ્રેકિંગ, વનસ્પતિ દર્શન, 07 થી 07:30 રાત્રિ ભોજન (વાળું પાણી, બાળકો એ પોતાનું ટિફિન સાથે લાવવાનું છે),રાત્રે – 08 થી 10 સાંસ્કૃતિક કાર્યક્રમ, નરી આંખે આકાશ દર્શન, બેટરી વિના અંધારામાં ચાલવું, રાત્રે 10 થી સવારે 06 રાત્રિ વિશ્રામ તેમજ બીજો દિવસ સવારે 08 થી 09 વન વગડામાં પક્ષી દર્શન, 09 થી 09:30 સવારનો સૂકો નાસ્તો (વિદ્યાર્થીઓએ સાથે લાવવાનું રહેશે), 10 થી 11 કુદરતની વાતો/પ્રશ્ર્નોતરી/પ્રતિભાવો અને વિદાય તેમજ ઓઢવા/પાથરવાનું, પાણીની બોટલ, બુટ પહેરીને આવવું, રાત્રિ ભોજન માટેનું ટિફિન તથા બીજા દિવસ સવાર માટે સૂકો નાસ્તો, શિબિરમાં ભાગ લેવા માટે ટેલિફોનિક રજીસ્ટ્રેશન અનિવાર્ય છે, રજીસ્ટ્રેશન કરવા માટે ઉર્વેશભાઈ પટેલ (9428349452)નો સંપર્ક કરવો.‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે વી.ડી.બાલા, અર્જુન ડાંગર, ઉર્વેશ પટેલ, નવનીત અગ્રાવત ઉપસ્થિત રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.