Abtak Media Google News

ચીનની વિસ્તારવાદી નીતિને ધ્યાનમાં રાખીને ભારતે દરિયાઈ વિસ્તારમાં તકેદારી રાખવા તથા સંરક્ષણ બજેટમાં વધારો કરવાની પણ નૌસેના એડમીરલ કરમવીરસિંહની હિમાયત

દેશના સરહદી સંરક્ષણને ખાસ કરીને સાગરકાંઠાની સુરક્ષા માટે ભારતીય સૈન્યને સચેત રહેવાની જરૂરીયાતની હિમાયત કરી દેશના નૌસેના અધ્યક્ષે હિંદ મહાસાગરમાં વધતા જતા ચીનના પ્રભાવ સામે ચિંતા વ્યકત કરી છે. છેલ્લા કેટલાક સમયથી દરિયામાં ચીનની લશ્કરી સંગઠનની હિલચાલ વધતી જાય છે. તેની સામે ભારતનાં સૈન્ય એ સર્તકતા દાખવવાની બાબત પર ભારમૂકીને દેશના સમૃધ્ધ રહેલા દરિયાઈ કાંઠાની સુરક્ષા માટે બજેટની મર્યાદામા વધારો અને અન્ય પગલાઓની જરૂરીયાત હોવાનું નૌસેના એડમીરલ કરમવીરસિંઘે માગણી વ્યકત કરી હતી. બ્રેજીંગના સત્તાવાળાઓએ ચીનના રાષ્ટ્રીય સરક્ષણના નવા યુગના નામે પ્રસિધ્ધ કરેલા એક શ્ર્વેતપત્રના બીજા દિવસે ભારતનાં નૌસેના અધ્યક્ષે પોતાની પ્રતિક્રિયામાં ચેતવણીનો સૂર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યુંં હતુ કે આપણા માટે ચીનની દરેક ગતિવિધિઓ પર નજર રાખવાનું જ‚રી બન્યું છે. ચીન છેલ્લા કેટલાક સમયથી અમેરિકાને ધ્યાનમાં રાખીને હિન્દપ્રશાંત પ્રદેશમાં તેની ખાસ રણનીતિઓ પર આગળ વધી રહ્યું છે. શ્વેતપત્રમાં ભારત ચીન સરહદ પર વધુ સુરક્ષાની હિમાયત કરી છે. ભારત ચીન નૌસેનાની કવાયતને ભારતીય દરિયાઈ સરહદમાં નજર અંદાઝ ન કરવું જોઈએ પીએલએ પ્રથમ થાણુ દીજગોટીમાં સ્થાપ્યું છે. ત્યારે ભારતે સચેત રહેવાની જરૂર છે.

Advertisement

ચીને કરાંચીના દરિયાઈ સરહદી વિસ્તારમાં યુધ્ધ જહાજોની સંખ્યામાં વધારો કરી ૬માંથી ૮ કરી છે. ભારત માટે માત્ર ચીન દ્વારા જ જાહેર કરવામાં આવેલા શ્વેતપત્ર જ ચિતાનું કારણ નથી પરંતુ જેવી રીતે ચીન ભારતનાં સમૃધ્ધિ સરહદી વિસ્તારોમાં વધુને વધુ જમાવડો કરી રહ્યો છે. તેની સામે સર્તકતા દાખવાની આવશ્યકતા પર ભાર મૂકી એડમીરલ સિંઘે ભારતને સંરક્ષણ બજેટ વધારવાની હિમાયત કરી છે જહાજ વાડા ખાતે યોજાયેલા એક સેમીનારમાં તેમણે ચીનની ગતિવિધિઓને લઈને સચેતતા રાખવા તાકીદે કરી હતી.

દરીયાઈ સુરક્ષા વ્યવસ્થા માટે આપણા લાંબા ગાળાના આયોજન માટે હવે ગંભીર બનવાનો સમય આવી ગયો છે. ચીન દ્વારા તાજેતરમાં જારી કરેલા શ્વેત પત્રમાં તેના વિસ્તારવાદના ઈરાદાઓની આછેરી છલક જોવા મળી રહી છે. તેમ જણાવીને સિંહે ઉમેર્યું હતુ કે ભારતીય સમુદ્રીપ વિસ્તારમાં આપણે પણ આપણી સૈન્ય શકિત વધારવી જોઈએ એડમીરલ સિંઘે સરકારને દરિયાઈ સુરક્ષા માટે વધુ સચેત રહેવા તાકીદ કરી છે.

ત્યારે ભારતીય નૌસેના પાસે ૧૪૦ યુધ્ધ જહાજ અને ૨૨૦ યુધ્ધ વિમાનો છે. પરંતુ તેમાંથી ઘણા હવે નિવૃત્તિના આરે છે. ત્યારે ૨૨૧ યુધ્ધ જહાજો અને ૪૫૮ યુધ્ધ વિમાનો સૈન્યને ૨૦૩૦ સુધી મળી રહે તે માટે બજેટમા ખાસ જોગવાઈની જરૂર છે. નૌસેના અધ્યક્ષે ચીનની હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં હાથ ધરેલી શસ્ત્ર કવાયત સામે ભારતને ચેતતા રહેવાની જરૂરીયાત પર ભાર મૂકયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.