આજી ડેમ નજીક પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દારૂ-બીયર સાથે ત્રણને ઝડપી લીધા

 

ચામુંડા હોટલ પાસે કોર્ડન કરી ર3 બોટલ દારૂ, રર ટીન બીયર અને કાર મળી ક્રાઇમ બ્રાંચે રૂ.1.1ર લાખના મુદામાલ કબ્જે કર્યો

 

 

અબતક, રાજકોટ

શહેરના ભાવનગર રોડ નજીક ક્રાઇમ બ્રાંચે ફિલ્મીઢબે કારનો પીછો કરી ખારચીયા ગામે ચામુંડા હોટલ પાસે કોર્ડન કરી કારમાંથી દારુ બીયરના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી રૂ. 1.12,800 નો મુદામાલ કબ્જે કર્યો છે.

પોીલીસમાંથી વિગત મુજબ શહેરના આજી ડેમ ચોકડી પાસે માંડાડુઁગર નજીક નકલક પાર્કમાં રહેતા ગુણવંત ભુપત મેર, કાનજી લધરી સોરાણી અને કાળીપાટ ગામનો મહેશ પરસોતમ કોળી જીજે 3 સીઆર. 3574 નંબરની કારમાં વિદેશી દારુ ભરીને આવી રહ્યાની ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને અશોકભાઇ ડાંગરને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.વી. રબારી સહીતના સ્ટાફે ભાવનગર રોડ પર મહીકા ગામ પાસે વોંચ ગોઠવી હતી.

વોચ દરમ્યાન પુરપાટ ઝડપે આવતી કારને પોલીસ સ્ટાફે અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક કાર લઇને નાશી છુટતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ખારચીયા ગામે ચામુંડા હોટલ પાસે કોર્ટન કરી કારની તલાસી લઇ ર3 બોટલ દારુ અને 1ર બીયરના ટીન સાથે ત્રણેય શખ્સોની ધરપકડ કરી રૂ. 1,12,800 નો મુદામાલ કબજે કયો છે.ઝડપાયેલા કાનજી સોરાણી અગાઉ ત્રણ વખત દારુના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.