Abtak Media Google News

24 કલાકમાં પોલીસે ચોરીનો બેદ ઉકેલી ચોરીનો મુદામાલ કબ્જે કર્યો

 

અબતક,રાજકોટ

રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે થયેલ સોપારીની ચોરીની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી ફરાર ચાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 10 લાખ 92 હજાર કિંમતની 56 ગુણી સોપારી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગતો મુજબ રાજકોટ અમદાવાદ હાઇવે પર આણદાંપર ખાતે આવેલ સાઉથ ઈન્ડીયન ટ્રાનસ્પોટના ગોડાઉનમાથી ગઇકાલે રાત્રીના રૂ.10,92,000ની સોપારીની 56 ગુણી ચોરી થતા ગોડાઉન માલિક પંકજભાઇ ગજેરા ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે ભાવનગરના ત્રાપજ ખાતેથી 4 આરોપીની 56 ગુણી સોપારી સાથે કબ્જે કરી ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ પ્રથમ સીસીટીવી ફુટેજમાં જોવા મળેલ પીકઅપ બોલેરો વાહનના નંબર ૠઉં-03-ઇટ-9325 આધારે ખરાઇ કરવામા આવેલ હતી જે આધારે ગાડી અરવીંદભાઈ પરમારની હોય જેથી તે આધારે તપાસ કરતા આ કામના આરોપી બાબતે બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે ભાવનગર જિલ્લાના ત્રાપજ ખાતેથી રાજદીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાઠોડ, મિતરાજસિંહ ગોહિલ અને અરવિંદ પરમારની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે ગુનામાં અન્ય ચાર શખ્સોની સંડોવણી સામે આવતા પોલીસે ફરાર ગુલામઅલી ઉર્ફે ગુલ્લુ, સુરેશ ઉર્ફે કેકડો, ધર્મેશ ઉર્ફે ધમો ચુડાસમા અને વિશાલ મિસ્ત્રીની શોધખોળ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.