સાયન્સ રાખવા સાહસ જરૂરી? વિજ્ઞાન વિષય જ કારકિર્દી ઘડી શકે?

વિજ્ઞાનનું શિક્ષણ અને શ્રમજીવી ક્ષેત્રનું અર્થતંત્રમાં કેટલા અંશે યોગદાન તે મુદ્દે ૫૨૪ વિદ્યાર્થીઓ ઉપર થયો રસપ્રદ સર્વે

 

અબતક, રાજકોટ

વિજ્ઞાનનો અભ્યાસ કરવો ભણવામાં અઘરો વિષય ગણાય છે. પરંતુ જો જોવા જઈએ તો વિજ્ઞાનનો વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ અને વ્યવસાયની સાથે સાથે જીવનમાં સેટ થવામાં સફળ થનાર વિદ્યાર્થીઓમાં આસમાન જમીનનો ફરક દેખાઈ છે. એવું માનવામાં આવે છે કે વિજ્ઞાન રાખે અને પાસ થાય તે હોશિયાર જ હોય. વાસ્તવિક જીવનમાં એવું જાણવા મળ્યું છે કે વિજ્ઞાનનો વિષય ન રાખનાર વિદ્યાર્થીઓ આગળ જતાં ખૂબ જ સફળ થયા હોય છે.

વિજ્ઞાનનો અભ્યાસ અને કાંડાની કમાણીથી અર્થતંત્રને મજબૂત કરનારાઓ એક નદીના બે કિનારા જેવા છે. આ આ અંગે આઈઆઈએમ અમદાવાદના તરુણ જૈન અને ભારતીય આર્થિક સંસ્થાના અભિ‚ખ મુખોપાધ્યાય અને નિશિત પ્રકાશ જેવા વિદ્યાર્થીઓ અને સફળ સુકાનીઓનો દાખલો કઈક અલગ ઉભો થાય છે. ૫૨૪ વિદ્યાર્થીઓના ધો. ૧૨ અને આંધ્રપ્રદેશ તથા બિહારની ૪૪ શાળાઓના વિદ્યાર્થીઓને લઈને કરવામાં આવેલા સર્વેમાં સાયન્સ અને સાયન્સ ન ભણેલા વિદ્યાર્થીઓની વ્યક્તિગત ક્ષમતા, આવડત અને કોઠાસૂઝનું પરીક્ષણ કરવામાં આવ્યું તો વિજ્ઞાન ભણવા વાળા અને વિજ્ઞાન ન ભણવા વાળા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ જાજો તફાવત જોવા મળ્યો ન હતો.

આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે વિજ્ઞાનનો વિષય પસંદ કરવાની વિદ્યાર્થીઓની લાક્ષણિકતા અને આવડત કમાણી સાથે કોઈ લેવા દેવા ધરાવતી નથી. પરંતુ એક એવું તારણ વ્યાપક પ્રમાણમાં સામે આવ્યું છે કે આવડત વાળા લોકોને જ વધુ સફળતા મળે છે. અંગ્રેજી કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન અને ટેક્નિકલ અભ્યાસ ક્રમ પસંદ કરનાર વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન ભણનારા વિદ્યાર્થીઓ કરતા સારું કમાઈ છે અને જીવનમાં ઉંચા હોદા સુધી પહોંચ્યા છે. વિજ્ઞાન વિભાગમાં સરકાર વધુ રોકાણ કરીને હજુ સારા શિક્ષકો પ્રયોગશાળાઓ અપગ્રેડ કરવાની કામગીરી કરી રહી છે. સાથે સાથે કોમ્પ્યુટર, ભાષાકીય જ્ઞાન માટે પણ સરકારે ખર્ચ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાનનું શિક્ષણ અને શ્રમજીવી ક્ષેત્રનું અર્થતંત્રમાં કેટલા અંશે યોગદાન તે મુદ્દે પર૪ વિદ્યાર્થીઓ પર રસપ્રદ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અત્યંત મહત્વના કહી શકાય તેવા તારણો સામે આવ્યા હતા.

વધુમાં ‚રલ એરિયાની સ્થિતિ જોઇએ તો સાયન્સને કપરુ માનવામાં આવે છે ઉપરાંત વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે ઘણા અંશે ડર પણ રહેલો છે તો બીજીતરફ એવા પણ વિદ્યાર્થીઓ છે જે ફકત મોભા માટે સાયન્સની પસંદગી કરે છે. એ વાત તો સ્પષ્ટ છે કે સાયન્સ રાખનાર વિદ્યાર્થી અને સાયન્સ ન રાખનાર વિદ્યાર્થીઓની કમાણીની તુલના થઇ શકે તેમ નથી. કમાણીનો આધાર આવડત ઉપર વધુ પ્રમાણમાં છે ઘણા સાયન્સના વિદ્યાર્થીઓ કરતા સાયન્સ ન રાખેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ કમાણી કરતા નજરે પડે છે.

વિજ્ઞાનના અભ્યાસને વધુ કમાણી સાથે કોઈ લેવા દેવા નથી: નિષ્ણાંતો

આઈઆઈએમના પ્રાધ્યાપક જૈનનું કહેવાનું છે કે વિજ્ઞાનની પસંદગીનું પ્રમાણમાં શહેરી વિસ્તારોમાં વધારે છે. વિજ્ઞાનના વિદ્યાર્થીઓ પર સામાજિક, આર્થિક પરિમાણનો પણ પ્રભાવ છે. આ જ રીતે દિવાન બાલુભાઈ શાળાના પૂર્વ આચાર્ય કિરીટ જોશીનું માનવું છે કે વિજ્ઞાનનો અભ્યાસ કમાણી સાથે કોઈ લેવા દેવા ધરાવતો નથી. પરંતુ એક વાત છે કે વિજ્ઞાન ભણેલો વિદ્યાર્થી પોતાનું કામ સારી રીતે કરી શકે છે.