Abtak Media Google News

નાણામંત્રી નિર્મલા સીતારામનને સંબોધી ટ્વીટ કરી બેંકો તથા સરકારી એજન્સીઓને નિશાને લીધી

લિકર કિંગ તરીકે ઓળખાતા અને વિલફુલ ડિફોલ્ટર તથા ભાગેડુનું બિરુદ પ્રાપ્ત કરનાર વિજય માલ્યાએ ભારત સરકારને તેનાં પુરેપુરા નાણા ભરવાની તૈયારી બતાવી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, શું તે ખરેખર ડિફોલ્ટરમાંથી નિકળવાનું વિચારી રહ્યો છે કે પછી નવું ગતકડું છે ? કિંગ ફિશર એરલાઈન્સનાં ભૂતપૂર્વ માલિક વિજય માલ્યાએ ટવીટર પર ટવીટ કરતા જણાવ્યું હતું કે, તે બાકી રહેતા નાણાની ૧૦૦ ટકા રકમ ભરવા માટે તૈયાર છે.

Advertisement

વિજય માલ્યાએ વધુમાં ટવીટ કરતાં જણાવ્યું હતું કે, ધંધામાં પડી ભાંગવું કે ધંધામાં નુકસાની થવી તેનાથી કોઈપણ સરકારે તે ઉધોગપતિને હેરાન કે પરેશાન ન કરવા જોઈએ બલકે યોગ્ય નિવારણ અને તેનું નિરાકરણ લાવવું જોઈએ. દેશમાં ઘણાખરા એવા ઉધોગપતિઓ છે કે, તેઓ મોટી લોન લઈ બેંકોને ચુનો ચોપડતી નજરે પડે છે. જેનાં કારણે બેંકોનાં એનપીએમાં પણ અનેક ગણો વધારો જોવા મળે છે ત્યારે સરકાર દ્વારા જે કાયદો અમલી બનાવવામાં આવ્યો છે તેને લઈ કયાંકને કયાંક ભારત છોડી ભાગેલા વિલફુલ ડિફોલ્ટરો અને નાદારી જાહેર કરનાર ઉધોગપતિ પર સરકાર લાલ આંખ કરી રહી છે. જેમાં નરેશ ગોયલ, વિજય માલ્યા, નિરવ મોદીએ તમામનો સમાવેશ થયો છે.

વધુમાં તેને ટવીટ કરતાં નિર્મલા સીતારામને સંબોધિત કરી જણાવ્યું હતું કે, આઈબીસી કાનુન તહત જે દેણાની સમસ્યાથી કેવી રીતે નિકળી શકાય તે દિશામાં પગલા લેવા જોઈએ અને તે અંગે તેઓને માહિતગાર પણ કરવા જોઈએ. વિજય માલ્યાએ ટવીટરમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તે ૧૦૦ ટકા ભારત દેશનાં બાકી રહેતા નાણાને પરત આપવા માટેનો સ્વિકાર કર્યો છે. સાથો સાથ માલ્યાએ સીસીડીનાં સંસ્થાપક વી.જી.સિદ્ધાર્થનાં મોત ઉપર બેંકો તથા સરકારી એજન્સીઓને પણ નિશાના પર લીધી હતી અને તેમનાં વ્યવહારને ક્રુર અને નિર્દય પણ ગણાવી હતી. અંતમાં જો વાત કરવામાં આવે તો મુખ્ય પ્રશ્ર્ન હવે એ ઉદભવિત થયેલો છે કે, વિજય માલ્યાને ડિફોલ્ટરમાંથી નિકળવું છે કે પછી આ તેનું નવું ગડકતું છે ? પરંતુ સાચી હકિકત તો આવનારા સમયમાં જ સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.