Abtak Media Google News

સેક્રેડ ગેમ્સ, નાર્કોસ, ઘુલ, સ્ટ્રેન્જર થીંકસ અને સબરીના જેવી વેબ સિરીઝોએ ભારતીય માર્કેટમાં ધુમ મચાવી

ટેકનો જાયન્ટ એપલ ભારતમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા માર્કેટનો હિસ્સો લઈને બેઠુ છે ત્યારે આઈઓએસએ એપલ ન્યુઝ પ્લસ, સબસ્ક્રીપ્શન સર્વિસ, પ્રિમીયમ મેગેઝીન, એપલ ટીવી અને ગેમ સબસ્ક્રીપ્શન સર્વિસ જેવી સુવિધાઓ દ્વારા વધુ લોકોને આકર્ષવા ૧૦૦થી વધુ દેશોમાં આ સર્વિસ શરૂ કરવા માટે હથિયાર સજાવ્યા છે. ત્યારે વીડિયો સ્ટ્રીમીંગ એપ નેટફલીકસ કે જે પોતાના યુનિક સ્ટોરી આઈડિયા અને ક્ધટેન્ટ માટે પ્રખ્યાત છે તેણે માર્કેટમાં ટકી રહેવા અને એપલને સ્પર્ધા આપવા માટે નેટફલીકસ યુઝર્સને લાભાલાભ થાય તેવી યોજનાઓની અમલવારી કરવાનો નિર્ણય લીધો છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો અને હોટસ્ટાર જેવી સર્વિસોએ ખૂબજ ટૂંકાગાળામાં પ્રસિધ્ધી મેળવી જેમાં યુનિક ક્ધટેન્ટ અને ગુણવત્તાભર્યા એચડી કવોલીટીના વેબ સીરીઝ, ફિલ્મો તેમજ વિવિધ શોર્ટ ફિલ્મસ માટે પ્રખ્યાત બની ત્યારે એપલે પણ પોતાનું વીડિયો સ્ટ્રીમીંગ સર્વિસ અને એપલ ટીવી પ્લસ લોન્ચ કર્યું.

જેમાં એપલના ઓરીઝનલ ક્ધટેન્ટ દર્શાવવામાં આવશે જેમાં લોકો ફિલ્મ તેમજ વેબ સીરીઝ જોઈ શકાશે જેના માટે કંપનીએ હોલીવુડની ફિલ્મોના લીઝેન્ડરી ફિલ્મ નિર્માતા સ્ટીવન સ્પીલબર્ગ સાથે ભાગીદારી કરી છે ત્યારે નેટફલીકસ જેવી વીડિયો સ્ટ્રીમીંગ જેવી એપે માર્કેટમાં ટકી રહેવા માટે અડધો અડધ સબસ્ક્રીપ્શનની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે.

નેટફલીકસ ઉપર આવતી વેબ સીરીઝો અને ફિલ્મો જોવા માટે નેટફલીકસનું સબસ્ક્રીપ્શન કરવું પડતું હતું. જેના માટે ૩ મહિનાના પ્લાનની કિંમત ૫૦૦થી લઈ ૮૦૦ રૂપિયા સુધીની હતી. જેને હવે રૂ.૨૫૦ પ્રતિ માસ આપવાનો નિર્ણય લેવાયો છે. નેટફલીકસ ઉપર જોવાતું ક્ધટેન્ટ ખૂબજ રસપ્રદ હોય છે. પરંતુ નેટફલીકસની આ સર્વિસ પરવડે તેમ ન હોવાના કારણે કયાંકને કયાંક તેનો ચાહક વર્ગ ઈચ્છતા હોવા છતાં સબસ્ક્રીપ્શન કરાવતું ન હતું.

હવે ત્રણ મહિના માટે જ નેટફલીકસનું કનેકશન કરાવવું જ‚રી નથી તેમ એક મહિનાનું પેમેન્ટ કરીને પણ નેટફલીકસ ઉપરથી વીડિયો જોઈ શકો છો. ભારતીય લેખક વિક્રમ ચંદ્રા લેખીત નવલકથા સેક્રેડ ગેમ્સ ઉપરથી બનેલી વેબ સીરીઝે ભારતીય માર્કેટમાં ધુમ મચાવી હતી તો આંતરરાષ્ટ્રીયસ્તરે નાર્કોસ, ઘુલ, મીરજાપુર જેવી વેબ સીરીયલો ખૂબજ લોકપ્રિય બની હતી.

આજે પણ લોકો સેક્રેડ ગેમ્સ પાર્ટ-૨ તેમજ મીરજાપુર પાર્ટ-૨ જેવી વેબસીરીજોની આતુરતા પૂર્વક વાટ જોઈ રહ્યાં છે ત્યારે ભારત વિશ્વનું સૌથી મોટુ બીજા નંબરનું મોબાઈલ માર્કેટ ધરાવે છે અને ઓનલાઈન સ્ટ્રીમીંગ વીડિયો જ જોવામાં ભારત મોખરે છે ત્યારે ભારતીય યુવાનોના મોબાઈલ ફોનમાં લગભગ તમને નેટફલીકસની કોઈને કોઈ સીરીઝ તો મળી જ રહે છે પરંતુ નેટફલીકસની આ સુવિધાને વધુ સરળ અને સસ્તી બનાવી મહત્તમ માર્કેટ શેર કબજે કરી એપલને ટકકર આપવા નેટફલીકસે કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.