Abtak Media Google News

સાલા એક મચ્છર !!!

મચ્છર કરડવાથી થતા રોગના કારણે વ્યકિતના મૃત્યુને અકસ્માત ગણીને વિમો ચુકવી ન શકાય: સુપ્રીમ કોર્ટનો ચૂકાદો

મચ્છર ગણાય છે નાનું જંતુ પરંતુ તે અનેક રોગોનું જન્મ ગણાય છે. નાના મચ્છરના કરડવાથી મેલેરીયા, ડેન્ગ્યુ જેવા અનેક જીવલેણ રોગો ફેલાય છે. નાના મચ્છર મહાકાય શકિતશાળી હાથીને પણ ગાંડો કરી શકે છે.

Advertisement

નાના મચ્છરના કરડવાથી થતાં વિવિધ રોગોના કારણે દર વર્ષે વિશ્વભરમાં ૧૩ લાખ નાગરીકોના મૃત્યુ થાય છે. જે આંતકી હુમલાઓમાં મૃત્યુ પામતા નાગરીકો કરતા વધારે છે. જેથી કહી શકાય કે આતંકવાદીઓ કરતા પણ મચ્છર વધારે ભયંકર છે. તેથી જ કહેવાય છે કે એક સાલા મચ્છર !!! મચ્છર કરડવાને મેડીકલ સાયન્સે પણ મહત્વ આપ્યું નથી જેથી, મચ્છર કરડવાથી ફેલાતા રોગના કારણે થતા મૃત્યુ મારી પણ મેડીકલ સાયન્સ રોગને જવાબદાર માને છે નહી કે મચ્છર કરડવાનો !!

ભૂકંપ, આગ, વાહન અથડામણ ઉપરથી પડવા વગેરે કારણોસર થતા મૃત્યુને અકસ્માતમાં ગણવામાં આવે છે. આવા અકસ્માતમાં થતા મૃત્યુમાં વિમા ધારકોનો વિમો પાકી શકે છે. પરંતુ, મચ્છરના કરડવાથી થતા મૃત્યુને અકસ્માત ગણીને વિમા ધારકનો વિમો પકાવી શકાય કે કેમ? તે મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન બેન્ચે ગઇકાલે મચ્છર કરડવાથી થતાં મૃત્યુને અકસ્માત ગણી શકાય નહી તેમ સ્પષ્ટ કર્યુ હતું.

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ ડી.વાય.એસ.પી.  ચંદ્રચુડ અને હેમંત ગુપ્તાની બેન્ચ સમક્ષ ચાલી રહેલા આ કેસની વિગત એવી હતી કે એક વ્યકિતએ ૨૦૧૧માં નવી દિલ્હીમાં એક બેન્ક પાસેથી હોમ લોન લીધી હતી. અને તે કંપની પાસેથી લોન વિમો મેળવ્યો હતો. જે તેના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં ઇએમઆઇ ચુકવવાની શરતો હેઠળ બંધાયેલી હતી. આ વ્યકિત ૨૦૧૨માં આફ્રિકન દેશ મોજનમ્બિકમાં સ્થળાંતર કરી ગયો હતો. અને ત્યાં મેલેરીયાથી મૃત્યુ પામ્યો હતો. જેથી તેના પરિવારજનોએ હોમલોનના હપ્તા ચુકવવાનો ઇન્કાર કરીને મચ્છરથી કરડવાથી થયેલા મૃત્યુને અકસ્માત ગણીને તેના હોમલોન માટે લેવાયેલા લોન વિમામાંથી ઇએમઆઇ વસુલ લેવા બેન્કને જણાવ્યું હતું.

જેનો બેન્કે ઇન્કાર કરતા તેના પરિવારજનોએ પશ્ર્ચિમ બંગાળ જીલ્લા ગ્રાહક ફોરમમાં ફરીયાદ કરી હતી. ફોરમે આ વ્યકિતનું અકસ્માતે મૃત્યુ પામ્યાનું માનીને વિમા કંપની નેશનલ ઇન્સ્યોરન્સને ઇએમઆઇ ચુકવવાનો હુકમ કર્યો હતો જે સામે વિમા કંપનીએ રાજય ગ્રાહક કમિશન સમક્ષ પણ જીલ્લા ફોરમના હુકમને માન્ય રાખ્યો હતો. જે સામે વિમા કંપનીએ નેશનલ ઇન્સ્યોરન્સ કોમ્પ્યુટર્સ રેડ્રેશલ કમિશ્નરના દ્વાર ખટખટાવ્યા હતા. જેને પણ આ વ્યકિતનું મચછર કરડવાથી થયેલા મૃત્યુને અકસ્માતમાં ગણવાનો હુકમ કર્યો હતો. જેથી નારાજ નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ આ હુકમ સામે સુપ્રિમ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટની જસ્ટીમ ચંડ્રચુડ અને ગુપ્તાની બેન્ચે તેના હુકમમાં એનસીડીઆરસીના ચુકાદાને રદ કરીને પાંચ મૃત્યુ નોઘ્યુ હતું કે મોમીમ્બિક સહિત વૈશ્વિકસ્તર મેલેરીયાના કારણે પાંચ ટકા લોકોના મૃત્યુ થાય છે તેને અકસ્માત ગણી શકાય નહી મચ્છર કરડે ત્યારે શું નફો અને કયાં થશે? તે એક અનિશ્ચિતતાનું એક તત્વ છે જે વેકરર બોર્ન રોગનો વાહક છે મચ્છર કરડવાથી બનતી ઘટના અણધારી છે અને તેને અકસ્માત માનવા માટે કોઇ કારણ નથી. સુપ્રીમ કોર્ટે મોમીમ્બિકમાં મેલેરીયાથી મૃત્યુ પામેલા વ્યકિતના પરિવારજનોએ જ હોમલોનના હપ્તા ચુકવવા જોઇએ તેમ સ્પષ્ટ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.