Abtak Media Google News

ચીલીને નેધરર્લેન્ડે 14-0થી માત આપી !!!

ભુવનેશ્વર ખાતે મેન્સ હોકી વિશ્વ કપ રમાઇ રહ્યો છે. ત્યારે વધુ એક અપસેટ હોકી ક્ષેત્રે સર્જાયો છે જેમાં નેધરલેન્ડએ ચિલ્લીને 14-0 થી માત આપી છે. આ પૂર્વે નેધરલેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાને 12-0 થી માત આપી હતી. ચીલી સામે ના મેચ જીત્યા બાદ પુલ સીમા નેધરલેન્ડની ટીમ અવલ રહી હતી અને હજી સુધી એ ગ્રુપમાં કોઈ ટીમે નેધરલેન્ડને માત આપી શકી નથી.

એકમાત્ર નેધરલેન્ડની ટીમે ફુલ સ્ટેજમાં 22 ગોલ્ડ ફટકારી દીધા છે અને તેમની જીત પાછળનું મુખ્ય કારણ એ છે કે ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ખૂબ જ વધુ છે અને પરિણામે તેઓ સારી હોકી રમી શકે છે. નેધરલેન્ડના હોકી કોચે જણાવ્યું હતું કે હાલ ટીમ સારી હોકી રમે એ જ જરૂરી છે નહીં કે સર્વાધિક ગોલ ફટકારી  તેનો આનંદ માણવો.

ભારતે વેલ્સને હરાવ્યું, ક્વાર્ટરમાં પહોંચવા ન્યુઝીલેન્ડ સામે બાથ ભીડસે !!!

હોકી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ ગુરુવારે વેલ્સ સામે તેની ત્રીજી મેચ રમી હતી. ભારતે પૂલ-Dમાં અંતિમ મુકાબલામાં વેલ્સને 4-2થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ક્રોસ ઓવર મેચ રમશે. જ્યાં તેમનો મુકાબલો 22 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે થશે.

ભારતે તેની છેલ્લી લીગ મેચમાં વેલ્સને 4-2થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા આ જીત સાથે બીજા સ્થાને રહી હતી. ભારતના ટોચના ક્રમાંકિત ઈંગ્લેન્ડની બરાબર સાત પોઈન્ટ છે, પરંતુ ટીમ ઈન્ડિયા ગોલ તફાવત પર પાછળ છે. ઇંગ્લેન્ડે ભારત કરતાં વધુ ગોલ કર્યા હતા. ટીમ ઈન્ડિયા સીધી રીતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.