Abtak Media Google News
  • જનરેટિવ એઆઈ તાલીમ માટે મોટાભાગના સમાચાર પ્રકાશનોના કન્ટેન્ટનો ઉપયોગ કરતું હોય, કોપીરાઇટ ઇસ્યુ સહિતના પ્રશ્નો ન સર્જાઈ તેના માત્ર પહેલેથી જ તકેદારી રખાશે

જનરેટિવ એઆઈ તાલીમ માટે મોટાભાગના સમાચાર પ્રકાશનોના કન્ટેન્ટનો ઉપયોગ કરતું હોય, કોપીરાઇટ ઇસ્યુ સહિતના પ્રશ્નો ન સર્જાઈ તેના માત્ર પહેલેથી જ તકેદારી રખાશે. આ માટે નવો એઆઈ કાયદો આવશે તેવું અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે.

Advertisement

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટેકનોલોજીનું પરિવર્તન થઈ રહ્યું છે. અમારા પ્રયાસ એ છે કે પરિવર્તન વિક્ષેપજનક ન હોવું જોઈએ, કારણ કે તેમાં લાખો લોકોની આજીવિકા સામેલ છે, બીજું, સર્જનાત્મકતાને બૌદ્ધિક સંપત્તિ તેમજ નાણાકીય અને વ્યાપારી અસરોની દ્રષ્ટિએ આદર આપવો જોઈએ. અમે આ મામલે કંપનીઓનાં અભિપ્રાય લીધા હતા. જેમાં કંપનીઓએ કહ્યું છે કે તમામ દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે અને ઉદ્યોગને ઉકેલ શોધવા માટે સરકારો સાથે મળીને કામ કરવાની જરૂર છે.

ચૂંટણી પછી, અમે ઔપચારિક પરામર્શ પ્રક્રિયા શરૂ કરીશું અને કાયદા બનાવવા તરફ આગળ વધીશું.  પ્રકાશકો અને સામગ્રી નિર્માતાઓના અધિકારોનું રક્ષણ કરવાની માંગ વૈશ્વિક સ્તરે વેગ પકડી રહી છે. સમગ્ર વિશ્વમાં એઆઈ કોપીરાઈટ વિવાદો વચ્ચે ભારતમાં જનરેટિવ એઆઈ મોડલ્સ દ્વારા તેમની સામગ્રીના ઉપયોગ માટે યોગ્ય વળતર સુનિશ્ચિત કરવા માટે ભારતમાં સમાચાર પબ્લિશર્સ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમોમાં ફેરફારની માંગ કરી રહ્યા છે.

ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન જૂથે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી અને ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મંત્રાલયોને પત્ર મોકલીને એઆઈ મોડલ્સ દ્વારા સંભવિત કોપીરાઈટ ઉલ્લંઘન સામે રક્ષણ મેળવવા રજૂઆતો કરી છે.

યુએસમાં એઆઈએ સમાચારના લેખોનો ઉપયોગ કરતા ગૂગલને 270 મિલિયન ડોલરનો દંડ થયો

ગત ડિસેમ્બરમાં, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે માઈક્રોસોફ્ટ અને ઓપન એઆઈ સામે દાવો માંડ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે તેના લાખો કોપીરાઈટેડ લેખોનો ઉપયોગ ઓપન એઆઈના જનરેટિવ મોડલ્સ અને ચેટબોટ્સને તાલીમ આપવા માટે કરવામાં આવ્યો હતો.  સમાચાર લેખોનો ઉપયોગ કરીને તેના એઆઈ મોડલ્સને તાલીમ આપવા અને પ્રકાશકોને સૂચિત કરવામાં નિષ્ફળ રહેવા બદલ ફ્રાન્સમાં નિયમનકારો દ્વારા ગૂગલને લગભગ 270 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.  ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના પગલાને પગલે, ઘણા લેખકો, કમ્પ્યુટર પ્રોગ્રામરો અને સંગીતકારોએ માઇક્રોસોફ્ટ, ઓપનએઆઇ, મેટા અને ગિટહબ સહિતની મોટી ટેક કંપનીઓ સામે કોર્ટમાં પ્રવેશ કર્યો, કારણ કે તેઓએ તેમના મોડલ્સને કોઈપણ વળતર વિના કોપીરાઇટ માહિતી પર તાલીમ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.