Abtak Media Google News

લોકોનો સમય બચે, ઝડપથી રસીકરણ સાથે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય છે

વેક્સિનેશન માં એક નવી જ પહેલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજની આર. ડી. વારસાણી સ્કુલના મેદાનમાં ડ્રાઇવ થ્રુ  વેક્સિનેશનનું આયોજન  કરવામાં આવ્યું  હતું. સરકારે સમગ્ર રાજ્યમાં પહેલી મે થી 18 વર્ષથી વધુ ઉમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કર્યું છે. ત્યારે કચ્છમાં પણ રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે આ તબક્કે કચ્છના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ એક નવી પહેલ કરતા ગઇકાલે ભુજ ખાતે લોકો ને વાહન માં જ વેક્સિન આપતું ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો સમય બચે,ઝડપથી રસીકરણ થઈ શકે તેમજ ગાડીમાં જ બેસી ને વ્યક્તિ મળી જતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે જેથી લોકોમાં સંક્રમણનો ભય ઘટે છે. જે માટે લોકો ખૂબ સારો ઉત્સાહ બતાવી રહ્યા છેે.

સવારે 8 થી 11 અને સાંજે 4 થી 7 એમ બે સેશનમાં ડ્રાઇવ થ્રું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું જેમાં જેઓએે આગાઉથી રજીટ્રેશન કરાવ્યું હોય તેવા 200 લોકોને રસી આપવામાં આવી હતી.

આ તકે રસીકરણ અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી  ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ કચ્છમાં આ નૂતન  પ્રયોગ કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ સારું આયોજન છે કે લોકોને પોતાના વાહનમાં બેઠા જ રસી મળી જાય છે જેથી સમયનો પણ બચાવ થાય છે અને સંક્રમણના ચાન્સસીઝ ઘણા ઘટી જાય છે.લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. પ્રાયોગિક ધોરણે આ ડ્રાઇવ થ્રુનું આયોજન કરવામાં આવ્યું છે જેને ખૂબ સફળતા મળી છે અને શનિવાર તેમજ રવિવારના આવું જ આયોજન કરવા વિચારણા ચાલી રહી છે. આ ડ્રાઇવ થ્રુ વેક્સિન ની ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી  ભવ્ય વર્મા,ભુજ પ્રાંત અધિકારી શ્રી મનીષ ગુરુવાણી એ મુલાકાત લીધી હતી. રસીકરણ સેન્ટર પર રસીકરણ અઘિકારી ડો.પ્રેમકુમાર કન્નર પણ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.