કચ્છી માણું ક્યાય પાછો ન પડે….. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યો જતીન ચૌધરી

આપણે સૌ જાણીએ છીએ કે માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઉંચાઈ ધરાવતું શિખર છે. સેંકડો તેને લોકો સર કરવા માટે પ્રયત્નો કરતા હોય છે. માઉન્ટ એવરેસ્ટની સફર પણ અત્યંત કઠીન હોય છે વિશ્વમાં બહુ ઓછા લોકો આ ત્યારે આજે આ સિદ્ધિ કચ્છના એક યુવકના નામે નોંધાઈ છે.

માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આ યુવકનું નામ જતીન ચૌધરી છે જેણે ગુરુવારે આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જાતિન માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ કચ્છી બન્યા છે. આ યુવાન 8,848 મીટર 29,028 ફૂટ શિખર પર પહોંચ્યો હતો. સમગ્ર વિશ્વમાંથી 50 લોકો આ માટે પસંદગી પામ્યા હતાસ જેમાં ભારતના ફક્ત જતીન ચૌધરી એવરેસ્ટ શિખર પર પહોંચ્યો હતો.

ભૂજના 43 વર્ષિય જતીન ચૌધરી માઉન્ટ એવરેસ્ટ ગઈકાલે (ગુરુવારે) સવારે 7:30 વાગ્યે તેઓ 8,848 મીટર (29028 ફૂટ) ઊંચાઈએ પહોંચ્યા હતા. નેપાળના પ્રવાસન સચિવે જતીન ચૌધરીને 7 સમિટ ટ્રેકના એક અભિયાનના ટીમ લિડર બનાવ્યા હતા. આ ટીમમાં વિશ્વના વિવિધ ભાગોમાંથી 50 પર્વતારોહકો જેડાયા હતા.

જતીને ૬ માસ પહેલા નેપાળમાં કર્યું હતું ચઢાણ

જતીને 6 માસ અગાઉ નેપાળના 6,800 મીટર ઊંચા અમાડબલમ પર્વત પર ચઢાણ કર્યું છે, જ્યાં કેટલાક લોકો જ જઈ શકે છે. આ ચઢાણ દરમિયાન રસ્તામાં 3 પર્વતારોહકોને મુશ્કેલી થતાં હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યૂ કરવા પડ્યા હતા.