Abtak Media Google News

ન્યુ રેસકોર્ષમાં પેરામોટરીંગ, પેરા સેઈલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર મેનુવરેબિલીટી જેવા અનેક કરતબો શે

રાજકોટ જિલ્લા ખાતે વર્ષ ૨૦૨૦ના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભવ્ય આયોજન માટે સમગ્ર શહેર અને જિલ્લાની જનતા અત્યંત ઉત્સાહિત છે અને આ ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૦ને શનિવારના રોજ ન્યુ રેસકોર્ષ ખાતે અત્યંત રોમાંચકારી એર શો (અરો સ્પોર્ટસ)ના આયોજની આ પ્રજાસત્તાક દિનની ઉજવણીની શરૂઆત નાર છે.

ગુજસેઈલ અને રાજકોટ જિલ્લા પ્રશાસનનાં સંયુક્ત ઉપક્રમે યોજનાર આ એર શોના આયોજન માટે ન્યુ રેસકોર્ષ, અટલ સરોવરની બાજુમાં આશરે એક લાખ ચોરસ મીટરની જગ્યામાં અનેકવિધ અવકાશી કરતબોનું પ્રદર્શન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવશે. પ્રેક્ષકોનાં રૂવાડા ઉભા કરી દે તેવા પેરામોટરીંગ, પેરા સેઈલીંગ, ફલેયેબલ એરો મોડલીંગ, હેલીકોપ્ટર મેનુવરેબિલીટી, ફલાય પાસ, હોટ એર બલુન વગેરે જેવી અનેક સાહસિક અવકાશી કરતબોનું લાઈવ નિદર્શન કરવામાં આવશે. એર સોલ્યુશન એન્ડ સર્વિસીઝના કેપ્ટન ચાંદની મહેતા અને ટીમ દ્વારા રાજકોટવાસીઓને અવકાશી રોમાંચક સફરનો અનુભવ કરાવવામાં આવશે. ઉપસ્તિ જનતામાંી પસંદગી પામેલ યુવાનોને પણ અમુક કરતબોનો અનુભવ કરાવવામાં આવશે.

તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૦ને શનિવારના રોજ બપોરે ૩:૦૦ કલાકી શરૂ નાર એર શો (અરો સ્પોર્ટસ)નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે. તેમજ જુદા જુદા ક્ષેત્રનાં રાજકિય, સામાજિક, શૈક્ષણિક, તબીબી તેમજ ઉદ્યોગ જગતનાં અનેક મહાનુભાવો ઉપસ્તિ રહેશે. રાજકોટ ખાતેના આ એર શોનાં આયોજનનું સંકલન જીનીયસ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે.

રાજકોટ જિલ્લા પ્રશાસન, રાજકોટ મહાનગરપાલિકા, ગુજસેઈલ, એર સોલ્યુશન તેમજ જીનીયસ ગ્રુપ દ્વારા આ એર શોને સફળ બનાવવા ખાસ જહેમત ઉઠાવવામાં આવી છે. બ્લુ રે એવીએશન લી.ના ગુજરાતી પાઈલોટ દ્વારા હેલીકોપ્ટર અને એરક્રાફટના કરતબો કરવામાં આવશે. હોટ એર બલુન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ આયોજનમાં ૭૦ ટકાી વધુ પાયલોટ્સ ગુજરાતી હોવાનું આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન કેપ્ટન ચાંદની મહેતા અને ડી.વી.મહેતાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.