Abtak Media Google News

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા નોકરીવાચ્છુઓ માટે ખુશીના સમાચાર છે. ભારતીય રેલ્વે દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા ઇન્ડિયન રેલ્વેમાં નોન ટેકનીકલ પોપ્યુલર કેટેગરીની ૩૫૨૦૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઇન એકઝામ લેવા જઇ રહ્યું છે. આ સરકારી નોકરીઓ માંથી ૨૪૬૦૫ જગ્યાઓ સ્નાતક કક્ષાની છે જયારે અન્ય ૧૦૬૦૩ જગ્યાઓ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે છે. રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા ભારતીય રેલ્વેના જુદા જુદા અને પ્રોડકશન યુનિટની જુદી જુદી પોસ્ટ માટે કલાર્ક કમ ટાઇપીસ્ટ, એકાઉન્ઠ કલાર્ક કમ ટાઇપીસ્ટ, ટાઇમ કીપર, ટ્રન કલાર્ક, કોમર્શિયલ કમ ટિકિટ કલાકે, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગૂડ્સ ગાર્ડ, કોમર્શિયલ એપ્રેન્ટિસ, સ્ટેશન માસ્ટર સહિતના પદ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. ખાલી જગ્યાઓ અરજી કરવાની પ્રક્યિા અને પાત્રતા વિશેની જાણકારી ભારતીય રેલ્વેની ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી શકશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.