Abtak Media Google News

વિશ્વભરની સરકાર બજેટમાં આર્થિક હીતો અને આર્થિક વિકાસદરના લક્ષ્ય રાખતા હોય છે જ્યારે તેનાથી વિપરિત છે ન્યૂઝીલેન્ડનું બજેટ

વિશ્ર્વભરમાં ચાલતી સરકારો સામાન્ય રીતે બજેટમાં આર્થિક હિતો અને આર્થિક વિકાસદરના લક્ષ્યને ધ્યાનમાં રાખી બજેટ બનાવતી હોય છે પરંતુ વિશ્ર્વમાં પહેલુ એવો દેશ ન્યુઝીલેન્ડ બન્યો છે કે તેના બજેટમાં માનસીક સ્વાસ્થ્યને લઈ બજેટ ફાળવશે. આ વર્ષે ન્યુઝીલેન્ડ સરકારનું બજેટ વિશ્વ આખાને પ્રેરક અને નવી રાહ ચિંધનારું બની રહેશે.

Advertisement

ન્યુઝીલેન્ડ સરકારનું આ વર્ષનું બજેટ આર્થિક વિકાસદરનું લક્ષ્ય સિદ્ધ કરવાના બદલે સામાજીક મુદ્દાઓને ધ્યાનમાં લઈ બનાવાયું છે. જેમ કે, માનસીક આરોગ્યની પીડા, ઘર વિહોણાપણુ અને બાળ દરિદ્રતાના મુદ્દાઓને આધારે બજેટ બનાવવામાં આવશે. વેલીગ્ટનના સરકારી સૂત્રોએ નિર્દેશ આપ્યા છે કે, ન્યુઝીલેન્ડ સરકાર આ વખતે ખુશહાલ બજેટ તૈયાર કરી રહ્યું છે જે આ અઠવાડિયામાં રજૂ કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડ સરકારના બજેટમાં જીડીપીના લક્ષ્યને સિદ્ધ કરવાના બદલે સામાજીક મુદ્દાઓ જેવા કે માનસીક સ્વાસ્થ્યતા, ઘર વિહોણાપણુ અને બાળ દરિદ્રતા પર ધ્યાન દેવામાં આવશે. બજેટનો મુખ્ય મુદ્દો માનસીક સ્વાસ્થ્યતા બની રહેશે. બજેટમાં રોકાણ અને લાંબાગાળાના આયોજનોના પગલે ન્યુઝીલેન્ડમાં સામાજીક જીવનને માનસીક રીતે સ્વસ્થ બનાવવા ભંડોળ આપવામાં આવશે. મનોવિકલાંગની સારવાર, ઘર વિહોણાને મકાન અને બાળ દરિદ્રતા દૂર કરવા માટે આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ, બાળ આરોગ્ય પોષણ અને ગરીબી નિવારણ જેવા મુદ્દાઓને સલગ્ન કરી બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસીંડા એરડને જણાવ્યું હતું કે, અત્યાર વિશ્ર્વ આખુ દેશના સંચાલનની દિશામાં નવા વિચારોના અમલની આવશ્યકતા ઝંખે છે. સરકાર એટલે જ લોકો પાસેથી કર ઉઘરાવી રાજકીય ખર્ચાઓ અને કર્મચારીઓને પગાર ચૂકવીને દેશની વ્યવસ્થા ચલાવે એટલા જ કામ માટે બંધાયેલી નથી. સરકાર પર સમયના પરિવર્તન સાથે તાલ મિલાવવાની પણ જવાબદારી હોય છે. ન્યુઝીલેન્ડ સરકાર કદાચ દુનિયામાં પ્રથમ એવી સરકાર બનવા જઈ રહી છે કે, બજેટમાં આર્થિક વિકાસના દરના લક્ષ્ય રાખવાના બદલે સામાજીક સુધારણાની જોગવાઈ ઉપર ખર્ચના આયોજનની વિચારણા કરી રહી છે.

ન્યુઝીલેન્ડ સરકાર બજેટમાં સૌપ્રથમ વખત માનસીક સ્વાસ્થ્યની જાળવણી, તનાવ મુકત સામાજીક વ્યવસ્થા અને આરોગ્યના માપદંડ સુધારવા બાદ તમામને ઘરના ઘર, સામાજીક સ્થિરતા, સ્વાવલંબન અને ત્રીજા મહત્વના મુદ્દા બાળ દરિદ્રતાની સમસ્યા નિવારવા માટે પુરતી નાણાકીય જોગવાઈ કરનારી પ્રથમ સરકાર બનવા જઈ રહી છે. ન્યુઝીલેન્ડ સરકારનો સૌપ્રથમવાર તૈયાર થનાર ખુશહાલ બજેટમાં આર્થિક સિદ્ધીના બદલે સામાજીક સમસ્યાના મુદ્દા ઉકેલવાની જોગવાઈ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.