Abtak Media Google News

Ipoint Logo For Header 1 4 3

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૯૪૪.૧૪ સામે ૪૯૦૬૬.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૬૬.૬૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૦.૮૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૮.૦૮ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૨૨.૨૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૪.૭૦ સામે ૧૪૭૦૨.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૮૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૯.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૧૩.૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુન ગોલ્ડ રૂ.૪૭૧૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૨૭૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૦૯૯ ના નીચા મથાળે નોંધાવી ૨૦૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૦૯૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૬૮૬૮૦ ના મથાળેથી ખુલીને રૂ.૬૮૬૮૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૮૨૦૩ ના નીચા મથાળે નોંધાવી ૭૫૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૮૨૦૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશ અસાધારણ ઐતિહાસિક કોરોના મહામારીની કટોકટીમાં ફસડાઈ પડયો છે, ત્યારે આ કટોકટીમાંથી બહાર આવતાં કેટલો સમય લાગશે એની અનિશ્ચિતતા અને આ કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર ઘેરા સંકટમાં આવી જવાની ભીતિ છતાં આ પરિસ્થિતિને અવગણીને આજે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી તરફી ચાલ જોવા મળી હતી. દેશને આ સંકટમાંથી ઊગારવા હવે અમેરિકા, યુ.કે., રશીયા, જર્મની સહિતના દેશો મદદે દોડી આવતાં અને જોઈતી પૂરતી મદદ ટૂંક સમયમાં જ ભારત પહોંચતી કરવામાં આવી રહી હોઈ આ સંકટમાંથી ધારણાથી વહેલા બહાર આવી શકાશે એવા પોઝિટિવ અહેવાલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.

ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા બાદ કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી ઉછાળે સતત પ્રોફિટ બુકિંગ જોવાઈ રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ અભિગમ અને કોરાના વાયરસના વધતાં કેસોની સ્થિતિ નજર રહેશે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૧%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ&પી 500 ૦.૦૨૧% અને નેસ્ડેક ૦.૩૪% ઘટીને સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૦% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે બાકી અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૬૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૦૧ અને વધનારની સંખ્યા ૧૪૮૫ રહી હતી, ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના ફરીથી વધેલા કેસોને કારણે લાગુ થઈ રહેલા નિયમનોથી આર્થિક વૃદ્ધિ સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે. દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો અર્થતંત્રની હાલની રિકવરી સામે મોટો પડકાર બની રહ્યો છે. આગામી દિવસોમાં બજારમાં અનિશ્ચિતતા સાથે અફડાતફડીનો ટ્રેન્ડ ચાલુ રહેવાની પૂરી સંભાવના છે. પાછલા દિવસોમાં વિપરીત ચાલે તેજીનો ટ્રેન્ડ અકબંધ રાખવાની પ્રયાસો બાદ ગત સપ્તાહમાં તેજીની પકડ ફંડો પણ ઢીલી મૂકતાં જોવાયા છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની શેરોમાં અવિરત વેચવાલી વધતી જોવાઈ રહી છે. આગામી દિવસોમાં ડેરિવેટીવ્ઝમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં એપ્રિલ વલણનું અંત હોવાથી સાવચેતી જરૂરી બની રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા યોજાયેલ બે દિવસીય મીટિંગ બાદ આજરોજ ૨૮,એપ્રિલ ૨૦૨૧ના વ્યાજ દરના જાહેર થનારા નિર્ણય પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૩૩ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૭૦ સુધી તેજી તરફી ધ્યાન…!!!
  • મુથૂત ફાઈનાન્સ ( ૧૧૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૫૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૦૩ થી રૂ.૧૨૧૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૬૭ ) :- રૂ.૧૦૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૮૮ થી રૂ.૧૧૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૮૮ થી રૂ.૯૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૯૦ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૭૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.