Abtak Media Google News

શહેરમાં સ્પાટેન સ્પોર્ટસ મેનેજમેન્ટ દ્વારા રેસકોર્સમાં આવેલા મેજર દયાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે રાત્રી પ્રકાશ હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેમાં ગઇકાલે બી.આર. લાયન્સ સામેની મેચમાં રાજકોટ સીટી પોલીસની ટીમ વિજયી બની હતી. જયારે બીજા મેચમાં અસલાલી અમદાવાદ રુરલ સામે બાલાજી-૧૧ નો શાનદાર વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમો વચ્ચે આગામી સમયમાં ખરાખરીનો જેંગ જામશે. આ પ્રો હોકી લીગનું મીડીયા પાર્ટનર અબતક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.