Abtak Media Google News

રાજકોટના મહિલા ટિકિટ ચેકરની લાંબી કૂદ

છ વર્ષ લગાતાર રાષ્ટ્રીયસ્તર પર ગોલ્ડ અને હવે એશિયન ગેમ્સ જીતનાર નીના વર્કલને રાજકોટ રેલવે મંડળની શુભેચ્છા

રાજકોટ રેલવે મંડળની એથલેટ નીના વર્કલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ચાલી રહેલા ૧૮માં એશિયન ગેમ્સ ૨૦૧૮માં લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડળ આપ્યું છે. આ ઉપલબ્ધી બાદ તેમણે રાજકોટ રેલવે મંડળની સાથે સાથે સમગ્ર દેશને એકવાર કરી ગૌરાન્વીત કર્યા છે. નીના વર્કલ ફાઈનલમાં ૬.૫૧ મીટરની છલાંગ લગાવીને બીજુ સ્થાન પ્રાપ્ત કયુર્ંં છે. અને સિલ્વર મેડલ દેશના નામે કર્યું છે.Neena Varkals Long Jumpઉલ્લેખનીય છે કે રાજકોટ રેલવે મંડળમાં નીના વકીલની નિમણુંક ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૨માં થઈ હતી હાલ તેઓ રાજકોટ રેલવે સ્ટેશન પર ટિકીટ ચેકરનું કામ કરી રહ્યા હતા શરૂઆતથી જ નીનાવર્કલ એક શાનદાર એથ્લેટ રહી ચૂકયા છે. આંતર રાષ્ટ્રીય સ્તર પર તેમને ૨૨માં એશિયન એથ્લેટીક ચેમ્પીયનશીપ ૨૦૧૭માં મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યું હતુ સાથે જ ૨૦૧૭માં ચીનમાંઆયોજીત એશિયન ગૌડ પ્રિકસ એથ્લેટીક મીટમાં પણ એક સ્વર્ણપદક અને બે રજતપદક મેળવ્યા હતા. રાષ્ટ્રીય સ્તર પર પણ નીના વર્કલે લોન્ગ જમ્પમાં ૬ વર્ષ લગાતાર સ્વર્ણ પદક હાંસલ કર્યા હતા.

પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશને ગૌરવ અપાવનાર નીના વર્કલને રેલ પ્રબંધક પી.બી. નિનાવે શુભેચ્છા આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.