Abtak Media Google News

એસ ટી વિભાગ દ્વારા ખંભાળિયા તથા જામનગર ડેપોમાં બસોને રોકવાઇ

ખંભાળિયા વિસ્તારમાં અવિરત વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતી સર્જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯ ઇંચ અને મોસમનો કુલ ૧૦૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગઇકાલે સવારથી ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાર્યા હોય જામનગર-ખંભાળિયા મેઇન હાઇવે ખોરવાયો હતો.

જામનગર-ખંભાળિયા મેઇન હાઇવે પર તાજેતરમાં નવનિમિત થયેલા પૂલ ઉ૫ર ભરપૂર પ્રમાણમાં પાણી વહેવાથી જામનગર વચ્ચેનો હાઇવે વાહન-વ્યવહાર તથા પોરબંદર ખંભાળિયા વચ્ચેનો વ્યવહાર સદંતર બંધ રહ્યો હતો. જામનગર હાઇવે પર ગત મોડીરાત્રીએ વાહન વ્યવહાર ખોરવાતા વાહનોના ચકકાજામ થઇ ગયા હતા.

એસટી વિભાગ દ્વારા ખંભાળિયા તથા જામનગર ડેપોમાં જ બસો રોકવામાં આવી હતી. જામનગર હાઇવે પરનો સિહણ ડેમ છલોછલ સપાટીથી વહે છે. જોકે મેઘરાજાએ અહી મેઘકુપા સાથે તકેદારી પણ રાખી હતી. ૨૪ કલાક દરમિયાન ધોધમાર વરસાદના મંડાણ થયા હતા. બાદમાં મેઘ વિરામ થતા અહીના સંગ્રહાલયોમાં પાણી વહી જતા નુકશાની માથી બચાવ થયો હતો. અહીની તમામ નદીઓમાં વારમ વાર સપાટી સુધી પાણી આવી જતા હતા. પરતુ કોઇ તંત્રદીલી સજાર્ય તે પહેલા મેઘરાજાએ વિરામ લીધો હતો. મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.