Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૩માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ મવડી પ્લોટ વિસ્તારનું પોર્શ વિસ્તાર ગણાતા ઉમાકાંત ઉદ્યોગનગર મેઈન રોડને પૂર્વકોર્પોરેટર નીતિનભાઈ રામાણીની ગ્રાન્ટમાંથી ૮૦:૨૦ના ધોરણે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

આ તકે વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર તથા હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, વોર્ડ પ્રભારી રાજુભાઈ બોરીચા, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી સંજયસિંહ વાઘેલા, યોગેશભાઈ ભુવા, ભાજપ અગ્રણીઓ બાલાભાઈ બોળીયા, શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, વિજયભાઈ ટોળીયા, રમેશભાઈ વેકરીયા, વિશાલભાઈ પરમાર, કેતનભાઈ વાછાણી, ગોવિંદભાઈ ટોયટા, નિર્મળભાઈ બોરીચા, યુવરાજભાઇ બોરીચા, રાજુભાઈ હાપલીયા, અમિતભાઈ ડોબરીયા, ઘનશ્યામભાઈ પાંભર, અનિલભાઈ ગોહેલ, મહેશભાઈ ડોબરીયા, જોષી અદા તેમજ વિસ્તારના ઉદ્યોગપતિઓ અને વેપારી મિત્રો-વિસ્તારવાસીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.