નેશનલ ન્યૂઝ
લોકસભા ચૂંટણી 2024 પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા માટે તૈયાર છે. દર વખતે તે બજેટ રજૂ કરવા માટે ખાસ રંગીન ડ્રેસ પહેરીને આવે છે, જેની પાછળ કોઈ ખાસ સંદેશ હોય છે.
બજેટ 2019
દરેક રંગ કંઈકને કંઈક કહે છે, જેમ કે વર્ષ 2019 માં, ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુલાબી સાડી પહેરીને બજેટ રજૂ કર્યું હતું. ગુલાબી રંગ સ્થિરતા અને ગંભીરતાનું પ્રતીક માનવામાં આવે છે.
બજેટ 2020
કોઈપણ શુભ કાર્ય માટે પીળો રંગ શુભ માનવામાં આવે છે અને વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ રંગની સાડીમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. પીળો રંગ ઉત્સાહ અને ઉર્જાનું પ્રતીક છે.
બજેટ 2021
2021 ના સામાન્ય બજેટ દરમિયાન, નિર્મલા સીતારમણે લાલ સાડી પહેરીને બજેટ રજૂ કર્યું હતું. લાલ રંગ શક્તિ અને નિશ્ચયનું પ્રતીક માનવામાં આવે છે. તેની સાડીનો રંગ લાલ અને ક્રીમ મિક્સ હતો.
બજેટ 2022
વર્ષ 2022માં બજેટની રજૂઆત દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બ્રાઉન રંગની સાડી પહેરી હતી. આ રંગ સુરક્ષાનું પ્રતિક છે અને નિર્મલા સીતારમણે આ રંગની સાડી પહેરીને બજેટ રજૂ કર્યું હતું.
બજેટ 2023
ગયા વર્ષે એટલે કે વર્ષ 2023માં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે લાલ અને કાળી સાડીમાં બજેટ રજૂ કર્યું હતું. આ રંગ બહાદુરી અને શક્તિનું પ્રતીક છે.
બજેટ 2024
2024ના વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ વાદળી સાડીમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વાદળી રંગ શાંતિ, સ્થિરતા, પ્રેરણા, જ્ઞાન અને વિશ્વાસનું પ્રતીક છે. આ એક કૂલ રંગ પણ માનવામાં આવે છે જે આરામ આપે છે.