Abtak Media Google News

વન-ડે ટીમના કેપ્ટનશીપથી હટાવ્યા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી

વન-ડે ટીમના કેપ્ટનશીપથી હટાવ્યા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું છે કે તે દક્ષિણ આફ્રિકામાં વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે ફેલાવવામાં આવી રહેલા સમાચાર ખોટા છેવિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કેવી રીતે તેને વનડેની કેપ્ટન્સી છોડવાની માહિતી મળી. કોહલીએ જણાવ્યું કે જ્યારે ટેસ્ટ ટીમની પસંદગી કરવામાં આવી હતી, ત્યારપછી પસંદગીકારોએ જણાવ્યું હતું કે તમને વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ વાત થઈ નથી.

ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે મેં ટી20ની કેપ્ટનશીપ છોડી ત્યારે મેં BCCIને જણાવ્યું હતું કે તેમાં કંઈ ખોટું નથી, બધાએ તેને યોગ્ય રીતે લીધું. મેં સિલેક્ટર્સને કહ્યું હતું કે હું વન-ડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા ઈચ્છું છું, જોકે સિલેક્ટરો કોઈ નિર્ણય લે છે, તો હું તૈયાર છું. બાદમાં સિલેક્ટરોએ જે નિર્ણય લીધો તે સામે છે.

પ્રેસ કોન્ફ્રન્સમાં એક પ્રશ્નના જવાબ આપતા કોહલીએ જણાવ્યું કે ટેસ્ટ ટીમ સિલેક્શનને લઈ ચીફ સિલેક્ટરોએ મારી સાથે વાત કરી હતી. ટેસ્ટ ટીમ સિલેક્શન પછી 5 મુખ્ય પસંદગીકારોએ મને જણાવ્યું કે હું હવે વનડે ટીમનો કેપ્ટન નથી. તેના પર મેં કહ્યું ઓકે. આ નિર્ણય પહેલા મને કેપ્ટનશીપ પરથી હટાવવાને લઈ કોઈની સાથે વાતચીત નથી થઈ.

કોહલીએ જણાવ્યું કે રોહિત શાનદાર કેપ્ટન અને રાહુલ ખૂબ જ અનુભવી છે. બંનેને મારો સપોર્ટ મળતો રહેશે. BCCIએ જે પણ નિર્ણય લીધો હોય. તે સમજી વિચારીને લીધો છે. મારા અને રોહિત વચ્ચે કોઈ ટકરાવ નથી. હું હંમેશાથી જ આ વાતને ક્લિયર કરતો આવ્યો છું. જ્યા સુધી હું ક્રિકેટ રમીશ, ત્યા સુધી ભારતીય ક્રિકેટને કોઈ નુકશાન નહીં થવા દઉ.

દક્ષિણ આફ્રિકા રવાના થતા પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે, કારણ કે રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્માને મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ તેને ત્રણ સપ્તાહનો બ્રેક આપવામાં આવ્યો છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રોહિત શર્મા વનડે સિરીઝ સુધી ફિટ થઈ જશે.

સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રિયાંક પંચાલ આ મુજબ છે.પ્રથમ ટેસ્ટ: 26-30 ડિસેમ્બર, 2021, સેન્ચુરિયન, બીજી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, 2022, જ્હોનિસબર્ત્રી, ત્રીજી ટેસ્ટ: 11-15 જાન્યુઆરી, 2022, કેપટાઉનમાં રમાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.