Abtak Media Google News

અમેરિકાની માતાએ પોતાની પુત્રીનું સૌથી લાંબુ નામ રાખીને વિશ્વ વિક્રમ સર્જ્યો : બર્થ સર્ટિફિકેટ બે ફૂટ લાંબુ

જ્યારે માતા-પિતા બાળકને જન્મ આપે છે ત્યારે તેમના મનમાં પહેલો પ્રશ્ન આવે છે કે બાળકનું નામ શું રાખવું?  દરેક માતાપિતા તેમના બાળકનું નામ કંઈક યુનિક રાખવા માંગે છે.  આ દરમિયાન, કેટલાક લોકો બાળકનું નામ નક્કી કરવામાં ઘણા મહિનાઓ લે છે.  માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકનું નામ દરેકને પસંદ આવે અને લોકો તેમના બાળકને તેના યુનિક નામ માટે જાણે.

અમેરિકાની એક એવી માતા છે જેમણે પોતાની દીકરીનું નામ એવી રીતે રાખ્યું કે તેનું નામ ’વલ્ર્ડ રેકોર્ડ’માં નોંધાઈ ગયું.  સેન્ડ્રા વિલિયમ્સ નામની આ મહિલાએ તેની પુત્રીનું નામ 1,019 અક્ષરો સાથે રાખ્યું છે.  આ દરમિયાન સૌથી આશ્ચર્યની વાત એ છે કે પુત્રીને પોતાનું નામ પણ યાદ નથી.  આ માટે તેણે વારંવાર ફોન રેકોર્ડિંગ સાંભળવું પડે છે.

આટલા લાંબા નામના કારણે તેનું બર્થ સર્ટિફિકેટ પણ કોઈ અજાયબીથી ઓછું નથી.  આ બાળકીના જન્મ પ્રમાણપત્રની લંબાઈ લગભગ 2 ફૂટ છે.  આ છોકરીનું હુલામણું નામ ’જેમી’ છે.  જો કે, આ છોકરીને તેના નામના કારણે ઘણી પ્રસિદ્ધિ મળી છે.  આ છોકરી તેની માતા સાથે પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેના શોમાં પણ જોવા મળી છે.  આ દરમિયાન બાળકીની માતાએ કહ્યું કે તેણે જાણી જોઈને તેની દીકરીનું નામ રાખ્યું છે જેથી કરીને તે ’વલ્ર્ડ રેકોર્ડ’માં સ્થાન મેળવી શકે.

આ અનોખા નામ પાછળની કહાની જણાવતાં સેન્ડ્રા વિલિયમ્સે કહ્યું કે, હું હંમેશા મારી દીકરીનું નામ કંઈક અલગ રાખવા માંગતી હતી જેથી તે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકે.  12 સપ્ટેમ્બર 1984ના રોજ ’જેમી’ને જન્મ આપ્યા બાદ મેં અને મારા પતિએ સાથે મળીને આ નામ પસંદ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.