Abtak Media Google News
  • ખુશવંતનામા, ટ્રેઈન ટુ પાકિસ્તાન, એપિતાહ, ધેર ઈઝ નો ગોડ જેવી અદભૂત પુસ્તકોનાં લેખક ‘નો ગોડમેન’ને સ્મરણાંજલી

  • લાહોરની કોર્ટમાં આઠ વર્ષ સુધી વકિલાત કર્યા બાદ પત્રકારત્વની કારકિર્દીમાં ઝંપલાવ્યું

  • હું હવે ખૂબ જીવ્યો, હવે  મૃત્યુ મેળવવા માંગુ છું: ખુશવંતસિંહ

વર્ષ ૧૯૧૫ના ૨ ફેબ્રુઆરીના રાજે એક મહાન લેખક ખુશવંતસિંહનો પંજાબના હદાલીમાં આજથી ૧૦૩ વર્ષ પહેલા જન્મ થયો હતો. તેમણે જીવનમાં ૧૦૦થી પણ વધુ પુસ્તકો લખી છે તેઓ પોતાના વિશે હંમેશા કહેતા કે હું કઈ ભગવાનના ઘરનો માણસ નથી. ‘એવિતાહ’ જેવી બેનમુન પુસ્તક લખનારા ખુશવંતસિંહને આજે પણ હુલામણા નામ ‘કિંગ બેર’થી ઓળખવામાં આવે છે. તે પોતાની ઓળખ એવી બનાવવા માંગતા હતા. કે તેના કામ અને નામથી લોકોના ચેહરા પર સ્મિત છવાઈ જાય. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ તેઓ પાકિસ્તાનમાં પણ રહ્યા હતા.

લાહોરમાં ‘કાયદા’ લો તરીકે તેમણે પોતાની કારકીર્દીની શ‚આત કરી બાદમાં તેમણે પોતાનો વ્યવસાય વકિલાતને છોડી પત્રકારત્વમાં પ્રવેશ કર્યો અને ત્યારબાદ રાજકારણમાં પણ ઝંપલાવ્યું વકિલાત મામલે એક દિવસ તેમને વિચાર આવ્યો કે હું મારી આખી જીંદગી લોકોના ઝગડા ઠીક કરવામાં વેળફી શકુ નહી આજે પણ તેમના લખેલા એક એક શબ્દો અદભૂત રસકાવ્ય વાકયનું સર્જન કરે છે.તેમની ભટકતી આંખોને કારણે ‘કિંગ બેર’ તરીકેનું હુલામણું નામ તેમને આપવામાં આવ્યું હતુ તેઓ ૧૦૦થી પણ વધુ પુસ્તકો અને અસંખ્ય સમાચારની કોલમ લખી ચૂકયા છે. જેમાં એક ખૂબજ પ્રખ્યાત કોલમ વિંથ મેલિસ ટુવાડર્સ વન એન્ડ ઓલ રહી હતી.

તેમણે પોતાના જીવન પર પણ પુસ્તકો લખી છે ખુશવંતનામાં: ધી લેસન ઓફ માય લાઈફ સ્વતંત્રતા દિવસ ૨૦૧૨નાં રોજ ૯૮ વર્ષના ખુશવંતસિંહ લખે છે કે ‘મારી તબીયત સારી નથી રહેતી હવે હું વધુ પુસ્તકો લખી શકીસ નહી સત્યતો એ છે કે, હું હવે મૃત્યુ મેળવવા ઈચ્છુ છું હું ખૂબ લાંબુ, સા‚ જીવ્યો હવે બસ મૃત્યુનો અહેસાસ કરવા માંગું છું. તેઓ તેમના બિન્દાસ લેખોને કારણે બહુચર્ચિત રહ્યા છે. અને નામના મેળવી ચૂકયા છે. તેમણે તેના જીવનની દરેક વાતો દરેક ઈચ્છાઓ વિશે નિસંકોચ લખ્યું છે, તેમણે પોતાની એક ખૂબજ પ્રસિધ્ધ પુસ્તક એવિતાહમાં લખ્યું છે કે આ એક એવા વ્યકિતની પુસ્તક છે.જે માણસ પણ નથી અને ઈશ્ર્વર પણ નથી એટલે તેના માટે આંસુ વેળફશો નહી એ તો એલફેલ જ લખે છે. અને તેમાંથી હાસ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે.છે તે તો આભાર માને છે કે ભગવાનતો હયાત જ નથી સા‚ છે.

ખુશવંતસિંહ તેમની સૌથી પહેલી ખુશવંતનામાંની કોપી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પત્ની ગુર્સરનને અર્પણ કરી હતી. તેની ઐતિહાસીક નવલ કથા ‘ટ્રેઈન ટુ પાકિસ્તાન’ એ લોકોનાં હૃદયમાં તેમની હંમેશા માટેનું સ્થાન મેળવી લીધું છે. જો કે ૧૯૪૭માં ભારત પાકિસ્તાનના વિવાદોને કારણે જોકે તેની આ પુસ્તકે વિવાદમાં વધારો કર્યો હતો.

ખુશવંતસિંહને વર્ષ ૧૯૭૪માં દેશની સેવા માટે ‘પદ્મ ભુષણથી’ સન્માનીત કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ભારતીય સેના દ્વારા ગોલ્ડન ટેમ્પલને ઘેરી લેવાના વિરોધમાં તેમણે પદ્મ ભુષણ પરત કરી દીધું હતુદમાં તેમને ૨૦૦૦માં પદ્મ વિભુષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા. ખુશવંતસિંહને તેમના બિન્દાસ લખાણમા, કટાક્ષ અને ઈમાનદારીનો રસ ઢોળતા લેખોને કારણે હંમેશા યાદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.