Abtak Media Google News

વ્હિસ્કી વેચાણમાં મેકડોવલ્સ ‘નંબર – 1’!!

ભારતીય વ્હિસ્કી રોયલ સ્ટેગ અને ઇમ્પિરિયલ બ્લુએ વિશ્વ આખાની વ્હિસ્કી બ્રાન્ડને પાછળ છોડી દીધા!!

આગામી 5 વર્ષમાં 100 મિલિયન લોકો આલ્કોહોલના વપરાશ માટે કાયદેસરની ઉંમરમાં પ્રવેશવાની અપેક્ષા સાથે  ડિયાજીઓ અને પેર્નોડ રિકાર્ડ સહિતની મોટાભાગની વૈશ્વિક કંપનીઓ ભારતને તેમના ટોચના 3 બજારોમાં ગણે છે.

યુનાઈટેડ સ્પિરિટ્સના મેકડોવેલના નંબર 1 એ છેલ્લા કેલેન્ડર વર્ષમાં માત્ર 2.3%ની વૃધ્ધિ સાથે 30.8 મિલિયન કેસના(1 કેસ = 9 લિટર) વેચાણ સાથે વિશ્વની સૌથી મોટી વ્હિસ્કી બ્રાન્ડનો ટેગ જાળવી રાખ્યો છે.

હકીકતમાં ડ્રિંક્સ ઈન્ટરનેશનલના ધ મિલિયોનેયર્સ ક્લબ 2023ના નવીનતમ અહેવાલ મુજબ વેચાણની માત્રામાં વિશ્વની ટોચની ત્રણ વ્હિસ્કીમાં તમામ ભારતીય બ્રાન્ડની છે.

ભારતની મેકડોવલ્સ નંબર 1એ આશરે 32 મિલિયન કેસનું વેચાણ કર્યું છે. જયારે અન્ય બે વ્હિસ્કી બ્રાન્ડમાં રોયલ સ્ટેગએ 27 મિલિયન કેસ જયારે ઇમ્પિરિયલ બ્લુએ 24 મિલિયન કેસનું વેચાણ કર્યું છે. આ આંકડાને રૂપાંતરિત કરવામાં આવે તો ભારતની માત્ર 3 વ્હિસ્કી બ્રાન્ડે જ કુલ 75 કરોડ લિટર દારૂનું વેચાણ કર્યું છે અને સાથોસાથ વિશ્વની વ્હિસ્કી બનાવતી કંપનીઓમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

આગામી 5 વર્ષમાં 100 મિલિયન લોકો દારૂના સેવન માટેની કાયદેસર વયમાં પ્રવેશવાની અપેક્ષા સાથે ડિયાજિયો અને પેર્નોડ રિકાર્ડ સહિતની મોટાભાગની વૈશ્વિક કંપનીઓ ભારતને તેમના ટોચના 3 બજારોમાં ગણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.