Abtak Media Google News

ભારતમાં પણ ‘મી ટુ ઇન્ડિયા’ અભિયાન શરુ કરાશે: મેનકા ગાંધી

બાળકોની જાતીય સતામણીની ઓનલાઇન ફરીયાદ નોંધાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં એક પોર્ટલની શરુઆત કરાવ્યા બાદ આ અંગે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. બાળકોની જાતીય સતામણીની ફરીયાદો કરવા માટે હવે, અવધીની જરૂર રહેશે નહી પુખ્ત થયા બાદ પણ બાળપણમાં થયેલ યૌન શોષણની ફરીયાદ નોંધાવી શકાશે.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આ માટેના પ્રયોઝલ પર કામ કરી રહ્યું છે. અને તે એમએચએને મોકલાશે. જેની મંજુરી બાદ આ લાગુ થશે ઉલ્લેખનીય છે કે અગાઉ સાત વર્ષ સુધીની અવધી હતી પરંતુ હવે એક વખત પ્રયોઝલ  મંજુર થયા બાદ કોઇ સમય મર્યાદા રહેશે નહિ અને ૧૮ વર્ષની ઉંમર થય ગયા બાદ પણ પિડીતો ફરીયાદ નોંધાવી ન્યાય મેળવવા માંગ કરી શકશે.મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું છે કે, ભારતમાં પણ ‘મી ટુ ઇન્ડિયા’ઝુંબેશ શરુ થશે.

જાતીય સતામણીનો ભોગ બનેલા બાળકોને આગળ લાવી તેમને ન્યાય અપાવવા આ ઝુંબેશ શરુ કરાશે. ફીલ્મ એકટ્રેશ  તનુશ્રી દત્તના સીનીયર એકટર નાના પાટેકર પર યૌન શોષણના આરોપ લગાવવાથી ઉભા થયેલા વિવાદને લઇ મેનકા ગાંધીએ કહ્યું છે કે, દેશમાં ‘મી ટુ ઇન્ડીયા’ અભિયાન શરુ કરવાની જરુર છે. અને આ અભિયાન દ્વારા મહીલાઓને ફરીયાદ કરવા માટે પ્રોત્સાહીત કરાશે. હોલીવુડમાં ‘મી ટુ મુવમેન્ટ’ શરુ કરાઇ હતી અને ત્યારબાદ ઘણી મહિલાઓએ યૌન શોષણ ની ફરીયાદો નોંધાવી ન્યાયની માંગ કરી હતી. આથી આ અભિયાન શરુ થવું જોઇએ.

ગુજરાતમાં બાળકોની જાતીય સતામણીને લઇ ફાસ્ટ ટ્રેડ કોર્ટ શરૂ થશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેપના કિસ્સાઓ વઘ્યા છે ત્યારે બળાત્કારીને કડક સજા ફટકારવા અને ઝડપી કાર્યવાહી કરી પિડીતાઓને ન્યાય આપવા ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ  શરુ થશે. તાજેતરમાં સાબરકાંઠાના પાટનગર એવા હિંમતનગરમાં ૧૪ માસની બાળકી પર બળાત્કારની ઘટના સાથે આવી હતી. આ ઘટનાના પડઘા ધેરા પડયા છે. બાળકોની જાતીય સતામણી ના વધતા જતા બનાવો વિરુઘ્ધ કાર્યવાહી કરવા અને આરોપીને મોતની સજા ફટકારવા બુધવારના રોજ મળેલી કેબીનેટની બેઠકમાં ચર્ચા થઇ હતી.

બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે  બાળકો સાથે દુષ્કૃત્યના ગુનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે અને બે માસમાં પિડીતોને ન્યાય મળે તે રીતેની પઘ્ધતિ અમલમાં મુકાશે. માસુમ બાળકીઓના અપરાધીઓને ફ્રાસીની સજા ફટકારાશે. અને ૧૪ વર્ષની નીચે.ની પીડીત બાળકલઓને રૂ. ૪.૫૦ લાખ જયારે મહીલાઓને ૩ લાખ રૂપીયાન વળતર અપાશે. ૧ર વર્ષની નીચેની બાળકી સાથે કુટકૃત્યના ગુનામાં આરોપીને ફાંસીની જ સજા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.