Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Abtak Special»આપણા દેશની ઘરવખરી વેચી નાખવાનો અને દેશને ગીરો મૂકીને સત્તાનું સુખ ભોગવવાનો હકક કોઈને અપાયો નથી કરદાતાઓનાં પસીનાના પૈસા આખરે કયાં જાય છે ? નાણામંત્રીનાં નાણાશાસ્ત્ર સામે સવાલો !
Abtak Special

આપણા દેશની ઘરવખરી વેચી નાખવાનો અને દેશને ગીરો મૂકીને સત્તાનું સુખ ભોગવવાનો હકક કોઈને અપાયો નથી કરદાતાઓનાં પસીનાના પૈસા આખરે કયાં જાય છે ? નાણામંત્રીનાં નાણાશાસ્ત્ર સામે સવાલો !

By Abtak Media19/11/20193 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

દેશના બંધારણમાં કે દેશની શાસન પધ્ધતિમાં ક્ષતિઓ પૂન: સમીક્ષા કરી આપે એવા આંબેડકરની અને અન્ય ‘માઈના પૂત’ની દેશને ખોટ !

હમણા હમણા મોટાભાગના અહેવાલોમાં અર્થતંત્રની બેહાલી, બેસુમાર મોંઘવારી, બેરોજગારી, ખેડુતોની કફોડી સ્થિતિ, મહારાષ્ટ્રમાં સત્તાધીશ થવા રાજકીય પક્ષોના પ્રપંચો અને અયોધ્યા-મંદિરનાં મામલે અવિરત તકરારનાં સમાચારો ચમકયા કરે છે. આ બધામા આપણા દેશ માટે સૌથી વધારે ચિંતાજનક અને કસોટીકારક બાબત મંદીનું રાક્ષસી આક્રમણ અને અર્થતંત્રની બેકાબુ કફોડી હાલત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અર્થતંત્રની દુરસ્તીના તમામ ફાંફશની નિષ્ફળતા છે !

કેન્દ્ર સરકારનાં નાણાંપ્રધાન સીતારામને એવો સંકેત આપ્યો છે કે આપણા દેશની ઘરવખરીના બે મહત્વની અને આબરૂસમી મિલ્કતો માર્ચ સુધીમાં વેચાઈ જશે.

કેન્દ્ર સરકારની મલીકીની બે દેવાદાર કંપનનીઓ એર ઈન્ડીયા અને ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન આગામી વર્ષે માર્ચ સુધીમાં વેચાઈ જશે તેવી આશા સરકારે વ્યકત કરી છે. આપણો ઈતિહાસ આવી અસાધારણ અને કલંકભીની ઘટનાઓની સાક્ષી પૂરે જ છે!

આપણા દેશની આર્થિક બેહાલી અને કારમી મંદીના ઓછાયા હવે સરકારો અને સત્તાધીશો છૂપાવે તો પણ અ-છતા રહે તેમ નથી.

ALSO READ  ઇન્ડિયા ગઠબંધન માટે ડગલે ને પગલે પરીક્ષા!!

અર્થતંત્રને લકવો થયો છે. હજુ માઠા દિવસો અતિ બૂરો સમય આવવાનો છે. ખતરાની ઘંટડી વગાડતા આંકડા પ્રકાશમાં આવી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રે આવક ઘટતી રહી છે. એને લીધે તમામ ચીજવસ્તુઓની માંગ ઘટી છે. અને હજુ પણ ઘટવાનાં ચિંનો દ્રષ્ટિગોચર થાય છે.

સરકાર હસ્તકની કંપનીઓ અને સરકારની ભાગીદારી હોય એવી કંપનીઓને ઘરવખરીની ચીજો કે નાની મોટી મિલ્કત તરીકે ગણીએ તો એમાં રોકાયેલા નાણા પાછા ખેંચી લેવા અને એ પ્રકારનાં નિવેશ દ્વારા જંગી રકમ મેળવીને અર્થતંત્રમાં રહેતી અબજો રૂપિયાની ખાઈને ન દેખાવા દેવાનીંભી યુકિત આપણી સરકારો અપનાવતી હોય છે. બીજી રીતે કહીએ તો ઘરવખરીની આ ચીજો વેચી વેચીને નાણાં ઉભાં કરવા જેવો ઘાટ આને ગણાય !

અહી એવો સવાલ ઉઠે જ છે કે, આપણા દેશની મોંઘેરી ઘરવખરી વેચી નાખવાનો અને દેશને ગીરો મૂકીને સત્તાનું સૂખ ભોગવવાનો હકક કોઈનેય અપાયો છે ખરો? બંધારણે આવો અધિકાર કોઈ ચમ્મરબંધીનેય આપ્યો નથી એ નિર્વિવાદ છે. કોણજાણે કોઈ ઉપરથી ઉજળો અને અંદરથી મેલો છૂપો દેશદ્રોહી રાજકારણ ટેન્ડર વિના આ દેશને વેચી નાખવાની ચેષ્ટા કરી બેસે,કયારેક અને કયાંક !

ALSO READ  આજે વિશ્વ ગેંડા દિવસ

‘અબતક’ના અહેવાલ મુજબ સોનું, રિયલ એસ્ટેટ, ટ્રેકટર્સ, ટુ-વ્હીલર્સ જેવા સામાન્ય રીતે મહત્વના ગણાય એવા ક્ષેત્રે ખરીદી-ડિમાન્ડ વધતી જ નથી. શ્રમ-મજુરી જેવા ક્ષેત્રે સાત વર્ષથી બેહદ નીચી સપાટી રહી છે.

સરકારની રાષ્ટ્રીય આંકડાકીય કચેરીના ‘લીક’ થઈ ગયેલા સર્વેક્ષણમાં એવા ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે કે, સરકાર એને પ્રજા સમક્ષ જાહેરમાં મૂકી શકે તેમ નથી અને જો ભૂલ્યે ચૂકયે ઉઘાડા થઈ જાય તો સરકાર બદનામ થાય તેમ છે!

‘લીક થયેલા, આંકડા મુજબ દેશમાં માઠાદીઠ ખર્ચશકિત ૪૫ વર્ષના તળિયે પહોચી છે. લોકોએ હવે ખાવા પીવાની ચીજોની જરૂરત પર કાપ મૂકવો પડે છે. ગામડાઓમાં આણા પરિયાણાનાં કાર્યક્રમો કાંતો રદ કરવા પડે છે. અથવા તો રીતરિવાજોમા કાપ મૂકવા પડે છે.

નાણામંત્રીનું નાણાશાસ્ત્ર બેહદ આંગળી ચીંધ બન્યું છે. એવો સવાલ પૂછાય છે કે, કરદાતાઓનાં પરસેવાનાં પૈસા આખરે કયાં જાય છે?

એક બાજુ કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતની રાજય સરકારો બેફામ ખર્ચના અને વણસતી રહેલી નાણાકીય ખેંચને છાવરવા અજબગજબની ડંફાશો હાંકતી રહે છે, બીજી બાજુ, વૈશ્ર્વિક નાણા સંસ્થા ‘મૂડીઝ’એ ભારતના આર્થિક વિકાસદરનો અંદાજ ઘટાડીને ૫.૬ ટકા કરી નાખ્યો છે.

ALSO READ  વિશ્વમાં સૌ પ્રથમ 1951માં રોમ શહેરમાં સાંભળવાની ક્ષતિ વાળાનો સંઘ રચાયો !

ભારતના રાજનેતાઓ વાતોનાં વડા કરવામાં પાવરધા છે. એમને માતૃભૂમિ કરતાં રાજગાદી અને સત્તાનું સિંહાસન વધુ પ્યારા હોવાનું પૂરવાર થઈ ચૂકયું છે.

આપણા દેશની અર્થતંત્રીય હાલતની માત્રા એટલી હદે વણસી છે કે, આપણા વિત્તમંત્રીએ દેશની મૂલ્યવાન ઘરવખરી વેચવાનો વખત આવ્યો છે.

ઘરવખરી વેચવી એટલે ઘરની આબરૂને વેચવી .

ઘરવખરી વેચવી એટલે ઘરની શાખને વેચવી.

જોકે, આપણા દેશના બંધારણમાં કે દેશની શાસનપધ્ધિતમાં કશીક પણ ક્ષતિ ન હોય તો આવો બે આબરૂ થવાનો વખત ન આવે !

આ બધું જોતા, વર્તમાન કપરી પરિસ્થિતિનાં કારણોની પુન:સમીક્ષા કરવી જ પડે ! પરંતુ ખાટલે મોટી ખોટ કે, આવી સમીક્ષા કરી આપી શકે એવા આંબેડકરજી અને અન્ય માઈનાપૂત આપણી પાસે કયાં છે? દેશની આ ખોટ કોણ પૂરે અને કઈ રીતે પૂરે એ તો રામ જાણે !

abtak special gujarat INDIA NATIONAL rajkot
Share. Facebook Twitter WhatsApp
Previous Articleશું હૃદયરોગ માટે સ્ટેન્ટ કરતા દવા વધુ અકસીર ?
Next Article જામવાળાથી બામણાસા સુધીનો નવ કિમીનો માર્ગ બીસ્માર: પ્રજાને હાલાકી
Abtak Media
  • Website

Related Posts

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

24/09/2023

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

23/09/2023

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

23/09/2023

આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

23/09/2023

Animal: રશ્મિકા મંદાના લૂક પર લોકોએ કરી ટીપ્પણી

23/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આજનું રાશિફળ: આ રાશિનાં જાતકો ધાર્યા કામ પાર પાડી શકશે

અમદાવાદના કાંકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

નવી ટીમ નવો જોશ: 11 દિવસમાં 33 કરોડના ટેન્ડર પ્રસિદ્વ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.