Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષનેતા ભાનુબેન સોરાણી  મ્યુનીસીપલ કમિશ્નરની ચેમ્બરમાં આવાસ યોજના, સ્માર્ટ સીટી, ગોપાલ ડેરી, જન્મમરણ વિભાગની માહિતી દિવસ સાત માં ન મળતા ધરણા કરવા પહોંચ્યા હતા ત્યારે રજૂઆત પૂર્ણ થયે ખુદ મ્યુનીસીપલ કમિશ્નર  દ્વારા જન્મમરણ વિભાગની, ગોપાલ ડેરી, આવાસ યોજના વિભાગ, અને સ્માર્ટ સીટીની માહિતીની વિગતો આપતી માહિતીની વિગતો આપી હતી.

જયારે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતાને માહિતી કે વિગતો મેળવવા માટે છેલ્લા પાંચ માસથી અનેક વખત અવારનવાર રજુઆતો અને સ્મૃતિ પત્રો પાઠવ્યા બાદ પણ માહિતી આપવામાં ન આવતી હોય જે જાણી ખુદ કમિશ્નર આશ્ચર્યચકિત થયા હતા તેમજ કોઈપણ પદાધિકારી અને કોર્પોરેટરને માહિતી આપવા માટે તેઓ એ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ વિભાગની માહિતી અને રેકોર્ડ નો અભ્યાસ કોઈપણ સમયે કરી શકે છે.

તેમજ વિપુલ પ્રમાણમાં માહિતી મેળવવાની થતી હોય તો અમોને જાણ કરી મેળવી શકે છે ત્યારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીને માહિતી ની વિગતો આપતા પત્ર પાઠવી કમિશ્નર કાર્યદક્ષતા દાખવી અને આવી ને આવી કામગીરી જો મહાનગરપાલિકાના તંત્રની તમામ શાખા દ્વારા કરવામાં આવે તો ઘણી જ બાબતે વહીવટી સરળતા મેળવી શકાય.

અંતમાં શ્રીમતી ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે આ તમામ માહિતીની વિગતો સત્વરે અને સંતોષકારક આપવામાં આવશે તેવી ખાતરી મ્યુનીસીપલ કમિશ્નરએ આપેલ છે ત્યારે હવે પછી આ માહિતીઓ બાબતે મ્યુનીસીપલ કમિશ્નરની સામે બેસવું પડે તેવી રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ નોંધ લેવી જોઈએ. અને અધિકારીઓએ કમિશ્નરને ઉલટા ચશ્માં પહેરાવવાનું બંધ કરવું જોઈએ. સાથે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ન આપવી જોઈએ તેવું ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.